Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મહાપુરૂષનું મહાપ્રયાણ : રબારી સમાજની ગુરૂગાદી મહેસાણાનાં તરભનાં ધર્મગુરૂ પૂ.બળદેવગીરીજી બાપુ બ્રહ્મલીન

સારવાર માટે અમદાવાદ લઇ જવાયા બાદ વધુ તબિયત લથડતા પરત તરભ લવાયા હતા

રાજકોટ,તા.૨૫:  રાજયના સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી એવા તરભ સ્થિત વાળીનાથ અખાડાના મહંત બળદેવગિરી બાપુ બ્રહ્મલીન થયા છે ગઈકાલે તેઓની તબીયત લથડતા સમસ્ત રબારી સમાજમાં દુખની લાગણી છવાઈ ગઈ છે. સમાજના આગેવાનો અને રાજકીય નેતાઓ પણ તેમના ખબર અંતર લેવા તરભ પહોંચ્યા હતા.

મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં આવેલા તરભ ગામ ખાતે આવેલ વાળીનાથ અખાડાને સમસ્ત રબારી સમાજની ગુરૂગાદી ગણવામાં આવે છે. અહીં ગુરૂગાદીના મહંત બલદેવગિરી બાપુની છેલ્લા કેટલાક સમયથી તબીયત ખરાબ હતી, જેને પગલે તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમની તબીયત વધારે લથડતા આખરે તેમને તરભ ખાતે લાવવામાં આવ્યા હતા .

ઉંઝા નજીક તરભ ગામે આવેલ પ્રાચીન વાળી નાથજી અખાડાના અગીયારમાં મહંત પ.પૂ.શ્રી બળદેવગિરિજી મહારાજ (ઉવ.૯૪) (સદગુરૂશ્રી સુરજગીરીજી મહારાજ) આજે ગુરૂવાર તા. ૨૪/૧૨/૨૦૨૦ ના કૈલાશવાસી થયાછે.

પૂ. બળદેવગિરિજી મહારાજ બાર વર્ષેની નાની વયે મહંત પદે આરૂદઢ થયા હતા અને ૮૨ વર્ષ મહંતાઇ શોભાવેલ હતી. તભના વાળીનાથજી અખાડા ખાતે પૂ.બાપુના શ્રેષ્ઠ સંકલ્પ બળથી રૂ. ૨૦ કરોડના ખર્ચે 'શીવધામ' મંદિરનું નિર્માણ પૂર્ણાતાના આરે છે. ઉલ્લેખનીય છે કે તા. ૨૫/૧૨/૨૦૨૦ના રોજ 'શીવધામ' મદિરમાં શીવજીની મૂર્તિ પધરવાની હતી અને પૂ. મહંત બળદેવગીરીજી મહારા શાસ્પ્રોકત વિધિવત પૂજન કરવા હતું. બાપુના કૈલાશવાસીથી મસગ્શ રબારી સમાજ તેમજ સાધુ સંતોમાં શોકની લાગણી પ્રસરી જવા પામી કે પૂ. મહંતશ્રી બળદેવગીરીજી મહારાજને ધુનડા (હાલાર) સતપુરણધામના સંત જેન્તિરામબાપા, મહેસાણાના રબારી જ્ઞાતી શ્રેષ્ઠ શીક્ષણવિદ્ ગોપાલબંધુ ગોવિંદભાઇ એસ.રબારી તેમજ ભાવનગરના પત્રકમાર મનીષભાઇ પી.દવેએ શબ્દાંજલી દ્વારા શ્રધ્ધાંજલી અર્પેલી છે. દીવંગત સંતની સ્મૃતિમાં બે મિનીટનું મૌન પાળી શ્રધ્ધાસુમન અપાયેલ છે.

(11:33 am IST)