Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ, અટલ બિહારી વાજપેઇના જન્મદિવસ સુશાસન દિવસે ગુજરાતમાં ર૪૮ સ્થાનોએ કૃષિ કલ્યાણ કાર્યક્રમો

મુખ્યમંત્રી મહાત્મા મંદિર ગાંધીનગરથી સવારે ૧૧ વાગ્યે રાજ્યભરના ખેડૂતોને સેટકોમ માધ્યમથી પ્રેરણા સંદેશ આપશે:નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ મહેસાણામાં ઉપસ્થિત રહેશે.

અમદાવાદ : પૂર્વ વડાપ્રધાન ભારતરત્ન સ્વ. અટલબિહારી વાજપેયીના જન્મદિવસ સુશાસન દિવસે ગુજરાતમાં ર૪૮ સ્થાનોએ કૃષિ કલ્યાણ કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં - મુખ્ય કાર્યક્રમ મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાશે. મુખ્યમંત્રી મહાત્મા મંદિર ગાંધીનગરથી સવારે ૧૧ વાગ્યે રાજ્યભરના ખેડૂતોને સેટકોમ માધ્યમથી પ્રેરણા સંદેશ આપશે.

નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઇ પટેલ મહેસાણામાં ઉપસ્થિત રહેશે.રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ-સાંસદો-ધારાસભ્યો-પદાધિ

કારીઓ તાલુકા મથકોએથી જોડાશે.
 વડાપ્રધાનના હસ્તે એટ વન કલીક ગુજરાતના પ૧ લાખ ધરતીપુત્રોના ખાતામાં કિસાન સન્માન નિધિના કુલ રૂ. ૧૦ર૭ કરોડ જમા કરાવાશે.  ૧૮૦૦૦ જેટલા નાના-છૂટક વેપારીઓના શાકભાજી -ફળફળાદિને તાપ, ટાઢ, વરસાદ કે અન્ય રીતે થતો બગાડ અટકાવવા વિનામૂલ્યે છત્રિ વિતરણ. દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ૧ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૪૮ કરોડની સહાય અપાશે. પશુપાલકોના પશુધનને ઘર આંગણે આરોગ્ય સારવાર માટે ૧પ૦ ફરતા પશુ દવાખાનાનું મુખ્યમંત્રી પ્રસ્થાન કરાવશે ૩૦ હજારથી વધુ લાભાર્થીઓને માનવ ગરિમા-માનવ કલ્યાણ યોજનામાં સ્વરોજગારી સાધનો વિનામૂલ્યે અપાશે.

(12:17 am IST)