Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

રાજપીપળા નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે યોજાયેલી ગાયન લગ્નગીત સ્પર્ધા નું લાઇવ પરર્ફોમન્સ એકતા ઓડિટોરીયમ ખાતે થશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : મુખ્યમંત્રી દ્વારા તા . ૦૧/૧૦/૨૦૨૦ ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરીક સશકત બનાવવાના હેતુથી મોબાઇલ ટેકનો લોજીના વપરાશ સાથેના અભિગમથી મોબાઇલ ટુ સ્પોર્ટસના અભિયાનની નવતર પહેલ કરી છે. હાલના કોરોના ( કવીડ -૧૯ ) ની મહામારીના વિષય સંજોગોમાં ફેસબુક , વ્હોટ્સપ , ફેસબુક , ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃત્તિઓમાં અત્યંત કિંમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃત્તિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની તાતી , જરૂરિયાત છે. યુવાધનનો શારીરીક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન મોબાઇલ ટુ સ્પોર્ટસની નવી યોજના મંજુર કરેલ છે.આ યોજનાને મોબાઇલ ટુ સ્પોર્ટસ ફેસબુક પેજ યુ - ટયુબ ચેનલ,રેડિયો કવીઝ,ચિત્ર સ્પર્ધા, ટેલિવિઝન , તેમજ સોશિયલ મીડીયા સંબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓ / કલાકારોની વિગતો ઓડિયો / વિડિયો કલીપ રજુ કરી યુવાનોને રમત - ગમત તેમજ કલાની પ્રવૃત્તિઓ માટે પ્રેરણાત્મક આકર્ષિત કરવામાં આવશે . આ હેતુથી સુચારૂ પાર પાડવા રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશ્નરશ્રી , યુવક સેવા પ્રવૃત્તિઓની કચેરી , ગાંધીનગર દ્વારા ગાયન વિભાગની લગ્નગીત સ્પર્ધાનું આયોજન તા . ૨૩ તથા ૨૪/૧૨/૨૦૨૦ ના રોજ જિલ્લા યુવા વિકાસ અધિકારી નર્મદાને આપવામાં આવેલ.જેનું આયોજન નવદુગા હાઇસ્કુલ રાજપીપલા ખાતે કરવામાં આવેલ હતું . જેમાં ૬ થી ૧૪ વર્ષ , ૧૫ થી ૨૦ વર્ષ , ૨૧ થી ૫૯ વર્ષ , અને ૬૦ થી ઉપરના વર્ષની વયજુથોની આવેલ વિડીયો કલીપોમાંથી નિર્ણાયકો દ્વારા ટોપ - ટેન કૃતિઓ પસંદ કરવામાં આવી હતી . જેઓનું લાઇવ પરર્ફોમન્સ તા . ૨૬ / ૧૨ / ૨૦૨૦ ના રોજ એકતા ઓડિટોરીયમ , કેવડીયા ખાતે કરવામાં આવશે . આ સ્પર્ધામાં નિર્ણાયકો તરીકે બી.પરમાર, રશ્મિકાંત કે.પંડયા, નિલેશભાઈ એમ . પટેલ,ખ્યાતિ ઉપાધ્યાય, હિનાબેન એમમશાહ,તન્વી આર. પટેલ એ સેવા આપી હતી.

(12:08 am IST)