Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદમાં વોડાફોન હાઉસમાંથી 76 લેપટોપની ચોરીના કેસમાં સ્ટોર ઇન્ચાર્જ અને એન્જીનિયરની ધરપકડ

આરોપીઓએ મોજશોખ પુરા કરવા લેપટોપની ચોરીઓ કરી હતી.

અમદાવાદ : વોડાફોન હાઉસમાંથી 76 લેપટોપ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે સ્ટોર ઇન્ચાર્જ અને એન્જીનિયરની ધરપકડ કરી છે. આરોપીઓએ મોજશોખ પુરા કરવા લેપટોપની ચોરીઓ કરી હતી. એસજી હાઇવે ખાતે આવેલા વોડાફોન હાઉસમાંથી 19 લાખના 76 લેપટોપની ચોરીની કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે લેપટોપ ચોરનાર સ્ટોર ઇન્ચાર્જ અને એન્જીનિયરને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કબૂલ્યુ હતુ કે સાથી કર્મીઓ ગાડી લઇને આવતા હતા, જેથી તેમને પણ ગાડી લાવવાની ઇચ્છા થઇ, આરોપીઓએ પોતાની ઇચ્છા પૂરી કરવા અને મોજશોખ પૂરા કરવા લેપટોપની ચોરી કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે વોડાફોન હાઉસમાંથી રૂ.19 લાખની કિંમતના 76 લેપટોપની ચોરી થયાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં કંપનીના ડેપ્યુટી જનરલ મેનેજરે નોંધાવી 

સરખેજ એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં થયેલી ચોરી અંગે કંપનીના કર્મચારીનો હાથ હોવાની આશંકા ફરિયાદમાં વ્યક્ત કરાઈ છે.

વોડાફોન હાઉસમાં છેલ્લા 15 વર્ષથી નોકરી કરતા બિલ્ડીંગ બીમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રશાંત દિગવાલે (ઉં.39- રહે. સુલય રો હાઉસ, વેજલપુર) નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓની વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. માં 70 થી 75 માણસો કામ કરે છે. કંપનીમાં કર્મચારી અને નોકરો સિવાય બીજા કોઈને એન્ટ્રી આપવામાં આવતી નથી. Vodafone House Laptop Theft

કંપની તરફથી ઈસ્યુ થયેલા લેપટોપ પર કંપનીના માણસોએ કામ કરવાનું હોય છે. કંપનીએ માર્ચ-2020 થી ઓક્ટોબર-2020 દરમિયાન કુલ 1074 લેપટોપની ખરીદી હતી. જે સ્ટોકમાંથી નવા કર્મચારી આવે તેણે લેપટોપ પ્રોવાઇડ કરવામાં આવતું હતું. Theft

2020નું વર્ષ પૂર્ણ થતું હોઈ પ્રશાંત દિગવાલ સહિતના લોકોએ લેપટોપ સ્ટોકની ગણતરી કરી હતી. જેમાં લીનોવો કંપનીના 76 લેપટોપ ઓછા જણાયા હતા. આ મામલે વોડાફોન ઈન્ડિયા સર્વિસ પ્રા. લી. ના કર્મચારીઓને લેપટોપ બાબતે તેઓ કોઈ કંઈ જાણતા હોય તો જાણકારી માટે પૂછપરછ કરવામાં આવી હતી. જોકે ગૂમ થયેલા લેપટોપ અંગે કોઈ માહિતી મળી ન હતી.

આ બનાવને પગલે કંપનીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ.25 હજારનું એક એવા રૂ.19 લાખના 76 લેપટોપની ચોરી અંગે સોમવારે સાંજે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં કંપનીનો જ કોઈ કર્મચારી લેપટોપ ચોરીમાં સંડોવાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી.

(10:29 pm IST)