Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

શપથવિધીની સાથે સાથે

સચિવાલયમાં વાહનના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

         ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં રેકોર્ડ સતત છઠ્ઠી વખત જીત હાંસલ કર્યા બાદ હવે આવતીકાલે વિજય રૂપાણી સરકારના શપથવિધીને  લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે સવારે ૧૧ વાગ્યે ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધી યોજાનાર છે. જેની તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી હતી.શપથવિધીની તૈયારીની સાથે સાથે નીચે મુજબ છે.

*      ગુજરાતમાં વિજય રૂપાણીના નેતૃત્વમાં સરકારની શપથવિધી થશે

*      આવતીકાલે સવારે ૧૧ વાગે ગાંધીનગરના નવા સચિવાયલ ખાતે શપથવિધી થશે

*      વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ૧૮ રાજ્યોના મુખ્યપ્રધાનો,  મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહેશે

*      મોટી સંખ્યામાં મહેમાનોની હાજરીને ધ્યાનમાં લઇને કોઇ કચાસ ન રહી જાય તે માટે જોરદાર આયોજન કરવામાં આવ્યુ છે

*      મોટી સંખ્યામાં સાધ સન્તો પણ સ્ટેજની શોભા વધારનાર છે

*      ગાંધીનગરના નવા સચિવાલય ગ્રાઉન્ડ ખાતે શપથવિધીને લઇને તૈયારી પૂર્ણ કરાઇ

*      આવતીકાલે સચિવાલયમાં વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે

*      શપથગ્રહણના સ્થળ, વિધાનસભા સંકુળ અને નજીકના હેલિપેડ ખાતે તૈયારી પૂર્ણ કરાઇ

*      છેલ્લા કેટલાક દિવસથી તડામાર તૈયારી ચાલી રહી હતી

*      ચુસ્ત અને  સઘન સુરક્ષા બંદોબસ્તનું આયોજન કરવામાં આવી ચુક્યુ છે

*      શપથવિધીને યાદગાર બનાવવા માટે ભવ્ય તૈયારી કરી લેવામાં આવી છે

*      કર્મચારીઓ પોતાના વાહનોને ટાઉન હોલ સ્થિત સંકુલમાં પાર્ક કરી શકશે

*      હાલમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ ભાજપની સરકાર ફરી બની રહી છે

(7:02 pm IST)