Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ગુજરાતમાં બે તબક્કામાં કુલ 6 બેઠકો પર બે બુલેટ યુનિટ વપરશે

પ્રથમ તબક્કામાં મોરબીમાં 2 અને લિંબાયત (સૂરત)માં 3 તથા બીજા તબક્કામાં પાટણ તથા અમદાવાદના નરોડા, બાપુનગર, અમરાઈવાડી એમ કુલ 04 બેઠકો પર 02 બેલેટ યુનિટ વપરાશે

અમદાવાદ :વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 જિલ્લાના 89 વિધાનસભા મત વિભાગમાં મતદાન થવાનું છે, ત્યાં તમામ કામગીરી શિડ્યુલ પ્રમાણે ચાલી રહી છે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટના કમિશનિંગની કામગીરી અંતિમ તબક્કામાં છે, જે આજે સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે. વૉટર ઇન્ફોર્મેશન સ્લીપનું વિતરણ પણ આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. તમામ પોલિંગ સ્ટાફની બીજી તાલીમ પણ પૂર્ણ થઈ ગઈ છે પ્રત્યેક મતદાર માટે સમગ્ર મતદાન પ્રક્રિયા યાદગાર અને સુખદ અનુભવ બની રહે તે માટે રાજ્યનું ચૂંટણીતંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. જેમાં પ્રથમ તબક્કામાં મોરબીમાં 02 અને લિંબાયત (સૂરત)માં 03 તથા બીજા તબક્કામાં પાટણ તથા અમદાવાદના નરોડા, બાપુનગર, અમરાઈવાડી એમ કુલ 04 બેઠકો પર 02 બેલેટ યુનિટ વપરાશે

 

(10:46 pm IST)