Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

તિલકવાડા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરનાર યુવાનને પોલીસે પકડી કાયદેસર કાર્યવાહી કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા સર્કલ વિસ્તારના તિલકવાડા પોલીસ સ્ટેશનનાં ગુનો ગઈ તા ૧૬/૧૧/૨૦૨૨ દાખલ થયેલ જે ગુનામાં ભોગ બનનાર ને ફરીયાદીના કાયદેસરના વાલીપણા માથી લગ્ન કરવાના બદઈરાદે પટાવી ફોસલાવી લલચાવી અપહરણ કરી ભગાડી ગયેલ જેની મોબાઈલ કોલ ડિટેલ તેમજ ખાનગી નેટવર્ક ઉભુ કરી તા.૨૪/૧૧/ ૨૦૨૨ ના રોજ હર્ષદભાઈ સોમેશભાઇ તડવી( રહે. નવાપુરા તા.તિલકવાડા જી,નર્મદા )નાને તથા ભોગ બનનારને કુર્કીવાદી તથા તરડે ગામની વચ્ચે આવેલ શ્રી સ્વામી સમર્થ નર્સરી ગામ આલંદી તા.હવેલી જી.પુણે (મહારાષ્ટ્ર) ખાતે થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા મા આવેલ છે.

 

(10:33 pm IST)