Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ચૂંટણી પહેલા મહેસાણા પોલીસે સપાટો બોલાવ્યો : 6000થી વધારે માથાભારે શખ્શો સામે કાર્યવાહી

85 લોકોને તડી પાર કરાયા : 15 વ્યક્તિઓ વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી : 1085 હથિયાર કબ્જે કરવામાં આવ્યા

મહેસાણા : વિધાનસભા ચૂંટણી યોજવા જઇ રહી છે ત્યારે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાંથી 6570 અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં 85 લોકોને તડી પાર કરવામાં આવ્યા છે, જ્યારે 15 વ્યક્તિઓ વિરૂદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 1085 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 28 ચેક પોસ્ટ પર ચેકિંગની કામગીરી રાત-દિવસ ચાલી રહી છે.

મહેસાણા જિલ્લામાં 2022 વિધાનસભા ચૂંટણી દરમિયાન કોઈ અઘટિત ઘટના કે કાયદો કે વ્યવસ્થા ન બગડે એ માટે સ્થિતિ જાળવવા જિલ્લા પોલીસ હાલમાં કામે લાગી છે. ત્યારે પોલીસે 6370 ઈસમો સામે અટકાયતી પગલાં ભરવાની કાર્યવાહી કરી છે. જ્યારે 85 ઇસમોને તડી પાર કરી દેવામાં આવ્યા છે.

મહેસાણા જિલ્લા કલેકટરના આદેશ અનુસાર પાશાની કામગીરી માટે મોટાભાગના અસામાજિક તત્વો સામે પાસાની કાર્યવાહીના વોરંટ કાઢવામાં આવ્યા છે. જેમાંથી અત્યાર સુધીમાં 15 સામે પાછા હેઠળ કામગીરી કરી જિલ્લા બહારની જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. તે ઉપરાંત પોલીસ દ્વારા 1,085 હથિયારો જમા લેવાની કામગીરી કરાઇ છે તો જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા અને સતર્કતા દાખવવા માટે 28 નાની મોટી તમામ ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ક્લોક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

(10:08 pm IST)