Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

રાજપીપળામા આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના મુખ્યમંત્રી ભગવત માનનો રોડ શો યોજાયો :ભજપા પર આકરા પ્રહાર

ભાજપે આટલા વર્ષો ગુજરાતની જનતાને મૂર્ખ બનાવી કોઈ કામગીરી કરી નહિ અને મોંઘવારી, બેરોજગારી ઉભી કરી ભ્રષ્ટાચાર કર્યો:ભગવંત માન :રોડ શો ના કલાકો પેહલાં જ રાજપીપળા નગરપાલિકા દ્વારા આમ આદમી પાર્ટી ના તોરણ અને ફ્લેગ કાઢી લેવાયા શુક્રવારે રાજપીપળામા ગૃહ મંત્રી શાહ ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ રોડ શો કરવા આવવાના હોઈ સ્ટેશન રોડની વચ્ચે આવેલા ડિવાઈડર ઉપર પડદા અને રોડની એક તરફ વાંસનું બેરીકેડિંગ કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત વિધાનસભાની ચુટંણીનું પ્રથમ ચરણનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થવાનું હોય હવે માંડ 6 દિવસ બાકી હોય તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે,જેમાં ગુરુવારે રાજપીપલા ખાતે આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ડો.પ્રફુલ વસાવાના પ્રચાર માટે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન નાંદોદ વિધાન સભા મતવિસ્તારમાં આવતા રાજપીપલા શહેર ખાતે રોડ શો કર્યો હતો.
રાજપીપળામાં હરસિધ્ધિ માતાજીના મંદિરથી સીધા સંતોષ ચાર રસ્તા પાસેથી તેમનો રોડ શો શરુ થયો અને સફેદ ટાવર ખાતે પહોંચી જાહેર જનતાને સંબોધીને ભાજપ કોંગ્રેસ પર આકરા કટાક્ષ કરી વચન આપ્યું હતું કે મફત વીજળી પાણી આરોગ્ય સુવિધા સાથે અમારી સરકાર બનવાથી કોઈ પેપર લીક નહિ થાય અને કોન્ટ્રાકટ પદ્ધતિ રદ કરી કર્મચારીઓ ને રેગ્યુલર કરીશું આવા અનેક કામો ગુજરાતમાં કરવા છે જેમાં ગુજરાતની જનતા છેલ્લા 32 વર્ષથી મળી રહ્યા નથી ત્યારે એક વાર કેજરીવાલને 5 વર્ષ આપો ગુજરાતનો સાચો વિકાસ દેખાડી શું બાકી યોગ્ય ના લાગે તો ઉખાડી ફેંકજો એવો ટંકાર પણ ભગવત માને કર્યો હતો

(6:49 pm IST)