Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડનો આઈપીઓ બુધવારે ખુલશે, ૩૦મીએ બંધ

(કેતન ખત્રી), અમદાવાદઃ B2C અને B2B ગ્રાહકોને જંતુનાશક, ફુગનાશક, નિંદણનાશક, છોડ ઉછેર નિયંત્રક, માઇક્રો ફર્ટિલાઇઝર અને એન્‍ટીબાયોટિક જેવા કળષિ રસાયણોની વ્‍યાપક શ્રેણીના ઉત્‍પાદન, વિતરણ અને માર્કેટિંગ વ્‍યવસાયમાં સંકળાયેલી એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડ લિમિટેડે તેના પ્રારંભિક જાહેર ભરણા માટે પ્રતિ ઇકિવટી શેર દીઠ રૂ.૨૧૬થી રૂ.૨૩૭નો પ્રાઇસ બેન્‍ડ નિર્ધારિત કર્યો છે.

 કંપનીનું આ પ્રારંભિક જાહેર ભરણું સોમવારે, ૨૮ નવેમ્‍બરના રોજ ખુલશે અને બુધવારે ૩૦ નવેમ્‍બરના રોજ બંધ થશે. રોકાણકારો લઘુતમ ૬૦ ઇકિવટી શેર અને ત્‍યારબાદ ૬૦ ઇક્‍વિટી શેરના ગુણાંકમાં બિડ કરી શકે છે. પ્રતિ શેર રૂ.૧૦ની ફેસ વેલ્‍યુ ધરાવતો આ ઇસ્‍યુ રૂ.૨૧૬ કરોડ સુધીના મૂલ્‍યના ઇકિવટી શેરનો નવો ઇસ્‍યુ અને પ્રવર્તમાન શેરધારકો તરફથી ૧૪,૮૩,૦૦૦ ઇકિવટી શેર સુધીના ઓફર-ફોર-સેલનો સમાવેશ થાય છે. આ ઓફરમાં પાત્રતા ધરાવતાં કર્મચારીઓ દ્વારા સબસ્‍ક્રિપ્‍શન માટે આરક્ષિત શેરોનો પણ સમાવેશ થાય છે. ૩૦ સપ્‍ટેમ્‍બર સુધીમાં કંપની ૧૫૪ સંસ્‍થાકીય પ્રોડક્‍ટ્‍સ ધરાવતી હતી જેનું ૬૦૦થી વધારે ગ્રાહકોને વેચાણ કરવામાં આવ્‍યું હતું. તેના મુખ્‍ય ગ્રાહકોમાં અતુલ લિમિટેડ, હેરાન્‍બા ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, ઇનોવેટિવ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ, મેઘમણી ઇન્‍ડસ્‍ટ્રીઝ લિમિટેડ, ભારત રસાયણ લિમિટેડ, ઓએસિસ લિમિટેડ, યુનાઇટેડ ઇન્‍સેક્‍ટિસાઇડ્‍સ પ્રાઇવેટ લિમિટેડ અને સાદિક એગ્રોકેમિકલ્‍સ કો. લિમિટેડનો સમાવેશ થાય છે. તેમ એક યાદીમાં જણાવાયું છે.

(11:42 am IST)