Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના જંગમાં અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા

પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 પૈકી 167 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે

અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના જંગમાં અનેક ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કાની ચૂંટણીના 788 પૈકી 167 ઉમેદવાર ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાં પણ પ્રથમ તબક્કાના 100 ઉમેદવાર સામે ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે 9 ઉમેદવાર સામે મહિલાઓ પર અત્યાચાર અંગેના ગુના દાખલ થયેલા છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઉમેદવારોમાં આમ આદમી પાર્ટી સૌથી આગળ છે.  

    AAPના 88 પૈકી 26 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે. જ્યારે ભાજપના 89 પૈકી 11 અને કોંગ્રેસના 18 ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. તો અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 સામે ગુનો નોંધાયેલો છે. જો ટકાવારી પ્રમાણે જોઈએ તો AAPના સૌથી વધારે 30 ટકા ઉમેદવાર સામે ગુના છે. જ્યારે કોંગ્રેસના 18 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ છે. ભાજપના 12 ટકા ઉમેદવાર સામે ગુના દાખલ થયેલા છે અને BTPના 7 ટકા ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

(12:39 am IST)