Gujarati News

Gujarati News

News of Thursday, 24th November 2022

રાજસ્થાનને સંભાળી ન શકે તે ગુજરાતને શું સંભાળી શકશે? : પીએમ મોદીએ કોંગ્રેસ અને અશોક ગેહલોત પર કર્યા પ્રહાર

અરવલ્લી જિલ્લામાં ચૂંટણી સભા સંબોધતા પીએમ મોદીએ રાજસ્થાન સરકારને નિશાને લીધી

અમદાવાદ : રાજસ્થાનથી અડીને આવેલા અરવલ્લી જિલ્લામાં ચૂંટણી સભા સંબોધતા પીએમ મોદીએ રાજસ્થાન સરકારને નિશાને લીધી હતી,  વડાપ્રધાને કટાક્ષ કર્યો કે રાજસ્થાનથી ક્યારેય કોઈ સારા સમાચાર સાંભળવા નથી મળતા.જે સરકાર રાજસ્થાનને સંભાળી ન શકે તે ગુજરાતને શું સંભાળી શકશે. તેમણે કહ્યુ કે કોંગ્રેસની નીતિ ‘ભાગલા પાડો અને રાજ કરો’ની રહી છે. જાતિવાદ અને ભાષાના નામે કોંગ્રેસ ભાગલા પાડવાની નીતિ ચલાવે છે.

અરવલ્લીના મોડાસામાં ચૂંટણી રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પર પ્રહાર કર્યા.  ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોત પર પીએમએ પ્રહાર કર્યો કે  રાજસ્થાન મોડલ પર પ્રહાર કર્યો કે જે રાજસ્થાન નથી સંભાળી શકતા તે ગુજરાત શું સંભાળશે

 

(10:41 pm IST)