Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગોધરામાં એક પરિવાર સામે ધર્માંતરણના આક્ષેપથી ચકચાર : પોલીસ દ્વારા શંકાસ્પદ 16 લોકોની પૂછપરછ

પરીજનોનું કહેવું છે કે, અમે હિન્દૂ છીએ અને રહીશું: બર્થડે પાર્ટીમાં નડિયાદથી બોલાવ્યા હતા : VHP એ સોશિયલ મીડિયાના માધ્યમથી ધર્માંતરણનો આરોપ લગાવ્યો

ભરૂચના આમોદમાં ધર્માંતરણનો મુદ્દો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભરૂચના આમોદ બાદ હવે પંચ મહાલના ગોધરામાં એક પરિવાર સામે ધર્માંતરણના આક્ષેપ થયા છે. જો કે પરીજનોનું કહેવું છે કે, અમે હિન્દૂ છીએ અને રહીશું. શારીરિક તકલીફ માટે ખ્રિસ્તી સમાજના સંપર્કમાં આવ્યા હતા. અને તેના માટે પ્રાર્થના કરી હતી. જન્મદિન નિમિત્તે એ લોકોને ઘરે બોલાવ્યા હતા. જોકે ધર્માંતરણ જેવી કોઈ વાત નથી.

પંચમહાલના ગોધરામાં ધર્માંતરણની જે વાતે જોર પકડ્યું છે તેમાં હવે પોલીસે તપાસનો દોર હાથમાં લીધો છે.જે હિંદુ પરિવારને ધર્માંતરણ કરાવવાનો આક્ષેપ છે.કહેવાય છે કે, નડિયાદથી ગોધારા ,આ પરિવારને ધરમ પરિવર્તન માટે લગભગ 16 લોકો આવ્યા હતા. આ તમામના પોલીસે નિવેદન લેવાની કાર્યવાહી શરુ કરી છે. ઘટનાને પગલે બુધવારે રાત્રે તંગદીલી જેવો માહોલ સર્જાયો હતો. હિન્દુ સંગઠન અને સમાજના અગ્રણીઓરજુઆતો કરી હતી. પોલીસને તપાસ કરી ગુનો દાખલ કરવા અંગે અરજી પણ આપવામાં આવી છે.

પંચમહાલમાં હિન્દુ પરિવારને ધર્માંતરણ કરાવવાનો આક્ષેપ થયો છે. VHPના વિભાગ મંત્રી ઈમેશ પરીખે જણાવ્યું કે સ્ટીફન મેકવાન નામનો વ્યક્તિ ધર્માંતરણ કરાવે છે. જે સોશિયલ મીડિયામાં લાઈવ કરે છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ ધર્માતરણ કરાવે છે.  ઈમેશ પરીખે જણાવ્યું કે ગાંધીનગરના એક અધિકારી પણ આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાય છે. જે મામલે યોગ્ય તપાસ થાય તેવી માગ કરી છે.

(10:21 pm IST)