Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કાલે આણંદમાં 'મિલ્ક ડે'ની ઉજવણીઃ રૂપાલાની હાજરી

રાજકોટ તા.રપઃ ભારત સરકારના ડેરી ઉદ્યોગ અને પશુ સંવર્ધન વિભાગ દ્વારા આવતીકાલે દુધ દિન નિમિતે આઇ.કે. પટેલ ઓડીટોરીયમ, એન.ડી.ડી.બી. કેમ્પસ આણંદ ખાતે વિભાગના કેબીનેટ મંત્રી શ્રી પરસોતમ રૂપાલાની હાજરીમાં વિશીષ્ટ કાર્યક્રમ યોજાનાર છે. મિલ્ક મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા શ્રી વર્ગીસ કુરિયનની યાદમાં ર૬ નવેમ્બર દૂધ દિન તરીકે ઉજવાય છે. ડેરી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા લોકોનું ગોપાલ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવશે. મંત્રી શ્રી રૂપાલાના હસ્તે આઇ.વી.એફ.લેબનું ઉદ્દઘાટન કરવામાં આવશે. કાર્યક્રમ કાલે સવારે ૧૧ થી ર વાગ્યા સુધી યોજાનાર છે.

(12:26 pm IST)