Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

૨૦૧૮,૨૦૧૯ બેચના એ.એસ.પી. સહિત એસ.પી.લેવલે બઢતી માટે ગૃહમંત્રી પાસે અંતે ફરી રજૂઆત

આઇપીએસ અને જીપીએસ અધિકારીઓનો એક જ સવાલ બધું એમને જ નડે? આઈ.એ એસ કે જી.એ.એસ ને નહિ? : જૂની સરકાર વખતે એનકેન પ્રકારે સારા પોસ્ટીંગ મેળવનારની ખરેખર લાયકાત તપાસી જેમને અન્યાય થયો છે તેમને ન્યાય આપવા દિલ્હી દરબારને હેરાન કર્યા સિવાય કવાયત ચાલતી હોવાથી વિલંબ થાય છે તેવું જાણકારોનું તારણ વાયરલ બન્યું છે

 રાજકોટ તા. ૨૫, રાજ્ય પોલીસ તંત્રમાં સર્વત્ર એક જ સવાલ ચો તરફથી ઉઠી રહ્યો છે કે શંુ તમામ તહેવાર અને ઇવેન્ટસ કે મહોત્સવની અસર ફકત આઇપીએસ  કે  જી.પી. એસ.અધિકારીઓની બઢતી બદલીઓને જ નડે? આઇ. એ.એસ.કે જી.એ.એસ.ને આ બાબતનો કોઇ ફેર ન પડે? આવો સવાલ થવો પણ ખૂબ વ્યાજબી છેે. આનું કારણ એ છે કે છેલ્લા એક વર્ષથી કોઈ ને કોઇ કારણથી બઢતી અને બદલી ફાઈલ રૃપાણી સરકારથી પેન્ડીગ છે જેનો નિકાલ ભુપેન્દ્રભાઈ પટેલ સરકાર સુધી થયો નથી, બીજી તરફ આઇએએસ અને જી.એ.એસ. કેડરના અફસરોની બદલી વારંવાર નિર્વિઘ્ને થતી હોવાથી આ સવાલ ઉપસ્થિત થાય તે સ્વાભાવિક છે.

ઉકત મામલે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા જૂની સરકાર અને તેમના અધિકારીઓ અને મંત્રીઓ પાસે જુનિયર અધિકારીઓની માંગણી મુજબ અનેક વખત કરવામાં આવી છે. સૂત્રોના કથન મુજબ તાજેતરમાં પણ વરિષ્ઠ આઇપીએસ અધિકારીઓ દ્વારા ગુજરાતના ગૃહ મંત્રીને મળી ૨૦૧૮, ૨૦૧૯ બેચના એ.એસ.પીને બઢતી આપવા માટે માંગ કરવા સાથે એસપી લેવલના અધિકારીઓને ડી. આઈ.જી.લેવલે બઢતી આપવા રજૂઆત કરેલ. હર્ષ સંઘવી ખૂબ જાગૃત ગૃહ મંત્રી છે અને પોતાના ખાતાના દરેક પ્રશ્નનો નિકાલ થાય તેવી ભાવના વાળા હોવાથી ખૂબ સકારાત્મક રીતે યોગ્ય કરવા ખાત્રી આપી છે.   જાણકાર સૂત્રોના કથન મુજબ જૂની સરકારમાં જેવો ખૂબ સારા પોસ્ટીંગ મેળવવામાં સફળ થયેલ તેવી અધિકારીઓ ખરેખર તેવી લાયકાત ધરાવતા હતા કે લાગવગથી પોસ્ટ મેળવેલ? તે બાબતે રિવ્યૂ કરવા સાથે ફીડ બેંક તમામના મેળવાઈ રહ્યા છે, જી.પી.એસ.લેવલે તો આ બાબતે આખું લીસ્ટ ઝિણવટથી તૈયાર થઈ રહ્યાનું ચર્ચા છે, મતલબ કે ધરખમ ફેરફાર માટે તખ્તો તૈયાર કરવામાં સમય જાય છે .                              

જાણકારોના મતે આ વખતના આઇપીએસ ઓર્ડરમા હવે દિલ્હી દરબાર કે અમિતભાઈને તેમની વ્યસ્તાને કારણે હેરાન કરવાને બદલે સુરત કે કમલમના નિર્ણય મહત્વના બનશે. એક ચર્ચા મુજબ પ્રદેશ અધ્યક્ષ દ્વારા બદલીઓ માટે પોતાની પાસે ન આવવા જણાવી દેવાયું છે આવી પણ ચર્ચા છે.

 જાણકારોમા ચાલતી ચર્ચા મુજબ જેમના પોસ્ટીંગ કાયમ બેસ્ટ રહેતા તેવા અધિકારીઓ સાઇડ લાઈન થાય અને તેમના સ્થાને જેવો વિના વાંકે કાબેલ હોવા છતાં મેઈન સ્ટ્રીમથી બહાર છે તેઓની આવડતનો ઉપયોગ કરવાની તક આપવા માટે ઢીલ થાય છે તેવી ચર્ચા છે, એક ચર્ચા મુજબ ગૃહમંત્રી સાથે કમલમ અને મુખ્યમંત્રીના પ્રિન્સીપલ સેક્રેટરી કૈલાસ નાથનજીનો નિર્ણય ફાઇનલ રહેશે.

(10:36 am IST)