Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

યુવકે ૧૨ વર્ષીય પિતરાઈ પર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવી

નવસારીમાં સબંધોને લજવતી ચકચારી ઘટના : ખેરગામ તાલુકાના બહેજ ગામના યુવકની ધરપકડ કરાઈ

નવસારી, તા. ૨૫ : નવસારીમાં સંબંધોને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ૨૨ વર્ષીય યુવકે કાકાની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. ૧૨ વર્ષની કિશોરી પર અવાર નવાર દુષ્કર્મ આચરવામાં આવતું હતું. જે બાદ કિશોરી ગર્ભવતી થતા સમગ્ર મામલો સામે આવ્યો છે. મામલે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

નવસારી જિલ્લામાં ફરી સંબંધોને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. ખેરગામ તાલુકાના બહેજ ગામે રહેતા ૨૨ વર્ષિય યુવકે પોતાના સગા કાકાની દીકરીને હવસનો શિકાર બનાવી છે. ૧૨ વર્ષની બાળા ઉપર ત્રણ માસથી અવાર નવાર શારીરિક સંબંધ બાંધતા બાળા ગર્ભવતી બની હતી. જે બાદ સમગ્ર ઘટના સામે આવી હતી. મામલે ખેરગામ પોલીસે આરોપીની ધરપકડ કરી પોસ્કો કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીનું નામ રોહન ગાવીત છે. ખેરગામ તાલુકામાં છેલ્લા ત્રણ માસમાં માસૂમ દીકરીઓ ઉપર દુષ્કર્મની ઘટનાઓ વધી છે. ક્યા સુધી રીતે દીકરીઓની સાથે દુષ્કર્મ થતું રહેશે? શું પોલીસ આરોપીઓ પર કોઇ કાર્યવાહી કરશે? ક્યા સુધી દીકરીઓ રીતે ચૂંથાતી રહેશે?

(8:52 pm IST)
  • 2020 ની સાલમાં રાજકીય પાર્ટીઓએ ગુમાવ્યા દિગ્ગજ નેતાઓ : કોંગ્રેસના અહમદ પટેલ ,તરૂણ ગોગોઈ ,તથા પ્રણવ મુખરજી ,ભાજપના જસવંતસિંહ ,તથા લોક જનશક્તિ પાર્ટીના રામવિલાસ પાસવાને ચીર વિદાઈ લીધી access_time 12:44 pm IST

  • એસટી તંત્રનો મોટો નિર્ણંય : રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂને લઇને S.T વિભાગે તમામ રિઝર્વેશન ટિકિટ રદ્દ કરી: હવે મુસાફરોને બસની અંદર જ ટિકિટ લેવી પડશે access_time 11:59 pm IST

  • તામિલનાડુઃ વાવાઝોડા પૂર્વે રાજયમાં ભારે વરસાદઃ ટ્રેનો-ફલાઇટ કેન્સલ : ચેન્નાઇઃ તામિલનાડુ અને પોંડીચેરીમાં ચક્રવાતી વાવાઝોડુ નિવાર ત્રાટકે તે પૂર્વે રાજયમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરીયામાં ઉંચી લહેર ઉઠી રહી છે. વાવાઝોડુ ૧ર૦ થી ૧૩૦ કિ.મી.ની ઝડપે ફુંકાય તેવી શકયતા છે. અનેક ફલાઇટો રદ કરી દેવાઇ છેઃ ટ્રેનો પણ કેન્સલ કરાઇ છેઃ વાવાઝોડાને નીપટવા તંત્ર સજ્જ છે access_time 3:20 pm IST