Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગુજરાત રાજયના બહાર કે વિદેશ જવા માટેના કોરોના ટેસ્ટીંગ માટે અંદાજીત રૂ. ૧ હજારનો ચાર્જ લેવાશે : આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની જાહેરાત

સુરતઃ આરોગ્યમંત્રી કુમાર કાનાણી દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે કે રાજ્યની બહાર જવા માટે અને વિદેશ જવા માટેના કોરોના ટેસ્ટિંગમાં ચાર્જ લાગશે. સરકારી ટેસ્ટિંગ માટે હવે અંદાજિત એક હજાર રૂપિયાથી વધુ રકમનો ચાર્જ લેવાશે.

આમ રાજ્ય સરકારને હવે જ્ઞાત થયું છે કે આટલા લોકો ફરવા જાય અને વિદેશ જાય તો પછી તેઓ કોરોના ટેસ્ટિંગનો ચાર્જ કેમ ન ચૂકવી શકે. સરકાર તેમનો બોજો શું કામ ઉઠાવે જે જાતે આ ખર્ચ કરી શકે છે. વિનામૂલ્યે સેવા તો ફક્ત ગરીબો માટે છે. આ ચાર્જમાંથી આવેલા રૂપિયા રોગ કલ્યાણ સમિતિમાં જમા થશે.

ગુજરાતમાં કોરોના વાઇરસનો બીજો તબક્કો ચાલી રહ્યો છે(Gujarat news Corona news) તેના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કેસો વધ્યા છે. સૌથી વધુ કેસો અમદાવાદમાં વધ્યા છે. આના પગલે આરોગ્ય મંત્રી દ્વારા સુરતની પરિસ્થિતિ પર નજર રાખવા બેઠક યોજાઈ હતી.આ બેઠક સુરતની સિવિલ હોસ્પિટલમાં યોજાઈ હતી. સુરતના નોડલ ઓફિસર મહેન્દ્ર પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

તેમની જોડે સુરત સિવિલ હોસ્પિટલના ઓએસડી ડોક્ટર વાઢેલ હાજર રહ્યા હતા. કુમાર કાનાણીએ કહ્યું હતું કે સુરતમાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી, પરંતુ સુરતવાસીઓએ સાવચેતી રાખવાની જરૂર છે. સુરત શહેરમાં હાલ 2,225 બેડ ખાલી છે.

હાલમાં સિવિલ અને સ્મિમેર હોસ્પિટલમાં ફક્ત 83 દર્દી જ સારવાર હેઠળ છે. સુરતમાં વેન્ટિલેટર, ઓક્સિજન, બેડ, દવા, ઇન્જેક્શન સ્ટોકમાં છે. સુરતમાં દિવાળીના કેસો વધવાનું કારણ દિવાળીમાં લોકો મોટાપાયા પર ખરીદી માટે બહાર નીકળ્યા અને સોશિયલ ડિસ્ટન્સિંગ તથા માસ્ક અંગેની સૂચનાનું પાલન ન કરતા કોરોનાનું સંક્રમણ વધ્યું હતું.

સુરતમાં વધુને વધુ લોકો હોમ ક્વોરેન્ટાઇનમાં સાજા થઈ રહ્યા છે. ડોક્ટરો દ્વારા પણ કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવનારાઓને હોમ ક્વોરેન્ટાઇન થવાની જ સલાહ આપવામાં આવી રહી છે.

(5:36 pm IST)