Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

કાશ્મીરી હેન્ડવર્કને મળશે નવું માર્કેટ

સુરત કાપડ ઉદ્યોગના તાર કાશ્મીર સાથે જોડાયા

સુરત,તા. ૨૫: સુરતના કાપડ ઉદ્યોગના તાર હવે સીધા કાશ્મીર સુધી જોડાવાના છે, સ્ટાર્ટઆપ ઈન્ડિયા અને આત્મનિર્ભરર ભારત અંતર્ગત સુયરત્ના ટેકસ્ટાઈલ ઉદ્યોગને હવે કાશ્મીર સુધી લઈ જવામાં આવશે. સુરતના એંબ્રોડરી મશીનનો અવાજ હવે આતંકવાદ સામે લડી રહેલા કાશ્મીરમાં આવશે. કશ્મીરની હસ્તકળા સાથે સુરતનો ઉદ્યોગ સાથે મળવાથી કાપડ ઉદ્યોગમાં હવે ટૂંક જ સમયમાં ફ્યૂઝન વર્ઝન આવનાર છે.

કાપડના ફ્યૂઝન વર્ઝન માટે શ્રીનગરમા એક કોર્પોરેટ ઓફિસ ખૂલી ચૂકી છે, અહી એક એંબ્રોડરી પાર્ક બનવાની વાત પણ છે જેના લીધે કશ્મીરના કારીગરોને હવે વધુ બહોળું માર્કેટ મળી શકે આ એંબ્રોડરી પાર્ક માટે શ્રીનગરના દલ તળાવ પાસે જમીન ફાળવાવવાની વાત નક્કી થઈ છે.

આત્મનિર્ભર ભારત, આત્મનિર્ભર કાશ્મીરઃ

કાશ્મીરમાં આતંકવાદના લીધે ધંધા સાવ ઠપ્પ થઈ પડ્યા છે, સ્થાનિક ઉદ્યોગોને ફરી ચાલતા કરવા માટે અહી એંબ્રોડરી પાર્ક બનવાની વાતચીત આવકારદાયક છે. સરકારી યોજનાઓ અંતર્ગત કાચા માલ માટે, મશીનરી માટે જમીન માટે વગેરે માટે સબસિડી જાહેર થવી જોઈએ.

કાશ્મીરી હેન્ડવર્કની ચાહના યથાવત રહેશે

કશ્મીરના પોંચા, શાલ, કુર્તી,કાર્પેટ, વગેરેની દેશ અને દુનિયામાં ભારી માંગ છે. આ ઉદ્યોગ સાથે જોડાયેલા મહિલા અને પુરુષો આરી વર્ક સાથે કામ લેતા હતા હવે આ કામ માટે એંબ્રોડરી મશીન આવી જવાથી આ કામ ૮૦% મશીનથી અને ૨૦% હેંડવર્ક થી કરવામાં આવશે.

(3:08 pm IST)