Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વલસાડ એલસીબીએ પારડીથી બાઈક પરથી દારૂની હેરાફેરીનો કર્યો પર્દાફાશ : 33 હજારના દારૂ સાથે 4 બાઇક સવાર આરોપીઓ ઝડપાયા

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ : દમણથી વલસાડ દારૂ ઘુસાડવા માટે પોલીસે કાર પકડવાની શરૂઆત કરતાં બુટલેગરો મોપેડ અને બાઇક પર દારૂની હેરાફેરી કરવાની શરૂઆત કરી હતી. જેની માહિતી મળતાં વલસાડ એલસીબીએ પારડીમાં નાકાબંધી કરી દારૂની હેરાફેરી કરતા બે મોપેડ અને બે બાઇક મળી કુલ 4 ટુવ્હિલર પકડી તેમની પાસેથી રૂ. 33 હજારનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

 વલસાડ ડીએસપી રાજદિપસિંહ ઝાલાની સૂચનાથી એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન મુજબ એએસઆઇ રૂપસિંગ નંદરિયા, એન. આર. વસાવા, કોન્સ્ટેબલો હરદેવસિંહ રણજિતસિંહ, રિતેશ ચિમનભાઇ, સ્વપ્નિલ હેમંતભાઇ અને મહેન્દ્ર જીલુભા એ બાતમીના પગલે પારડી બાલદા ગામે નાકાબંધી કરી હતી. જે દરમિયાન ત્યાંથી પસાર થતા સુઝુકી એક્સેસ મોપેડ GJ15DG1702, સુઝુકી બર્ગમેન મોપેડ GJ15DB7591, સ્પ્લેન્ડર બાઇક નં. GJ21AG5018, હિરોહોન્ડા બાઇક GJ21AE2366 અટકાવી હતી. જેની જડતી લેતાં તેમાંથી દારૂની 401 બોટલો કિં. રૂ. 33,025 ની મળી આવી હતી. જેના પગલે પોલીસે ચાલક ગુંદલાવનો રવિ અમ્રત ઠાકોર, ખજુરડી નો છના ડાહ્યા હળપતિ, સુતરનો સંજય ગણપત માછી અને ગણદેવીનો અંકિત રમેશ પટેલને પકડી તેમની વિરૂદ્ધ દારૂની હેરાફેરીનો કેસ કર્યો હતો.

(1:02 pm IST)
  • તામિલનાડુઃ વાવાઝોડા પૂર્વે રાજયમાં ભારે વરસાદઃ ટ્રેનો-ફલાઇટ કેન્સલ : ચેન્નાઇઃ તામિલનાડુ અને પોંડીચેરીમાં ચક્રવાતી વાવાઝોડુ નિવાર ત્રાટકે તે પૂર્વે રાજયમાં ભારે વરસાદ પડી રહ્યો છે. દરીયામાં ઉંચી લહેર ઉઠી રહી છે. વાવાઝોડુ ૧ર૦ થી ૧૩૦ કિ.મી.ની ઝડપે ફુંકાય તેવી શકયતા છે. અનેક ફલાઇટો રદ કરી દેવાઇ છેઃ ટ્રેનો પણ કેન્સલ કરાઇ છેઃ વાવાઝોડાને નીપટવા તંત્ર સજ્જ છે access_time 3:20 pm IST

  • અહેમદભાઈના પાર્થિવ દેહને સાંજ સુધીમાં ખાસ વિમાન દ્વારા ગુજરાત લાવવામાં આવશે : ભરૂચ નજીક તેમના વતન પીરાણા ખાતે સંભવતઃ આવતીકાલે દફનવિધિ થશે access_time 12:52 pm IST

  • મહારાષ્ટ્રમાં કોરોનાએ વધુ 30 જીવ લીધા: 5,439 નવા કોવિડ કેસ : મહારાષ્ટ્રમાં 5,439 નવા કોવિડ કેસ નોંધાયા છે, જે સાથે કુલ કોવિડ કેસોની સંખ્યા 17,89,800 થઈ છે; વધુ 30 મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 46683 ઉપર પહોંચ્યો છે. access_time 9:54 pm IST