Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

ગાંધીનગર: દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે કવાયત હાથ ધરી: ચિલોડા નજીક મધ્યરાત્રીએ શંકાસ્પદ મોપેડનો પીછો કરી 42 બોટલ દારૂ ઝડપાયો

ગાંધીનગર:જિલ્લામાં દેશી વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે ગઇકાલે મોડીરાત્રે ચિલોડા પાસે પોલીસે શંકાસ્પદ મોપેડનો પીછો કરતા સ્લીપ ખાઇ ગયું હતું અને તેમાં રહેલા થેલામાંથી વિદેશી દારૂની ૪૨ બોટલ મળી આવી હતી. કુબેરનગરના શખ્સને ૧૯ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

રાજ્યમાં દારૂબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુશી રહ્યો છે. ત્યારે પોલીસની ધોંશ વધવાને કારણે બુટલેગરો મોટા વાહનોમાં નહીં પરંતુ ખેપિયાઓ મારફતે ટુ વ્હિલરમાં દારૂનો જથ્થો ઘુસાડી રહ્યા છે ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર પોલીસની ટીમ વાહનચેકીંગ કરી રહી હતી તે દરમિયાન એક શખ્સ મોપેડ લઇને ત્યાંથી પસાર થયો હતો. પોલીસે તેને ઉભા રહેવા ઇસારો કર્યો હતો પરંતુ તે ઉભો રહ્યો ન હતો અને ભાગવા લાગ્યો હતો જેથી પોલીસે તેનો ફિલ્મીઢબે પીછો કરતા આ મોપેડ ચાલક સ્લિપ ખાઇ ગયો હતો અને તેના થેલામાં તપાસ કરતા વિદેશી દારૂની ૪૨ બોટલ મળી આવી હતી .

(5:40 pm IST)