Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અમદાવાદના ઘાટલોડિયા એઇસી નજીક દેશી દારૂ ખરીદવા લાગી લાઈન : વિડીયો વાઇરલ

ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય :સમગ્ર રોડ પર દેશી દારૂની અસહ્ય તીવ્ર વાસ

અમદાવાદમાં દિવાળીના તહેવારમાં  લોકો ખરીદી કરતા અનેક જગ્યા પર ભારે ભીડ જોવા મળે છે. ત્યારે સિંધવાઈ મંદિરથી  એઇસી બ્રીજ તરફ જતા માર્ગ પર આ ભીડ દારૂ ખરીદવા માટેની હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. બ્રિજ નીચેથી આ ભીડ દેખાય છે જે બુટલેગરની જગ્યા સુધી જતા લોકો દેખાય છે.

જોકે ભીડના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે પરંતુ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓને પોલીસને મલાઈ મળતી હોવાથી કોઈ પગલા ન લેવાતા હોવાની ચર્ચા છે. આમ જાહેરમાં અમદાવાદ શહેરમાં અનેક દારૂના અડ્ડા ચાલી રહ્યા હોવાની વાત નકારી શકાય તેમ નથી પરંતુ દિવાળી આવતી હોવાથી તમામ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાની ચર્ચા છે

ઘાટલોડિયાના સિંધવાઈ માતા મંદિરથી એઇસી બ્રીજ નીચેથી ગુરુકુલ તરફ જતા માર્ગ પર ખૂબ ટ્રાફિક જામ જોવા મળે છે. સામાન્ય રીતે લોકો આ રસ્તાનો ઉપયોગ વધુ કરે છે પરંતુ સમગ્ર રોડ પર દેશી દારૂની અસહ્ય તીવ્ર વાસ આવતી હોય છે. જોકે આ જગ્યા પર બૂટલેગર ત્યાં દારૂ પીનાર લોકોની લાઈનો લાગે છે. જોકે રવિવારે ભીડ થતા આ વીડિયો વાઇરલ થયો હતો

(7:00 pm IST)