Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ત્રીજી લહેરને આમંત્રણ :અમદાવાદ ત્રણ દરવાજામાં દિવાળીની ખરીદી કરવા લોકોની ભારે ભીડ ઉમટી

લાલ દરવાજા ઉપરાંત માણેકચોક,રતનપોળ અને શહેરના ઘણા શોપિંગ બજારોમાં લોકોની જબરી ગીર્દી

અમદાવાદ :કોરોના વાયરસને કારણે ગત વર્ષે દિવાળીનો ઉત્સાહ ઠંડો પડ્યો હતો. પરતું આ વખતની દિવાળી પહેલા કોરોના વાયરસ કાબૂમાં આવતા લોકો ખરીદી કરવા માટે બજારોમાં ઉંમટી પડ્યા છે. જો કે, દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેમાં હવે ફકત એક જ રવિવાર બાકી રહ્યો છે. ત્યારે લોકો પોતાના પરિવાર સાથે ભદ્ર પ્લાઝા બજારમાં ખરીદી કરવા માટે ઉમંટી પડ્યા છે. સારી એવી ઘરાકીને કારણે વેપારીઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યા છે. ગત રોજ બજારમાં ભારે ભીડ હોવાના કારણે બજારની આજુબાજુના દરવાજાઓ વાહન વ્યવ્હાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા અને લોકોને પોતાના વાહન બહાર મુકી બજારમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

આ અંગે પથારણા બજારમાં વેપાર કરતા એક વેપારીએ જણાવ્યું છે કે, રવિવાર સાંજે લોકો ખરીદી કરવા માટે ઉમંટી પડ્યા હતા અને રાત્રિના 10 વાગ્યા સુધી લોકોની સારી ભીડ જોવા મળી હતી. જો કે, ગત રોજ રવિવારના રોજ બે થી અઢી લાખ જેટલા લોકો ખરીદી કરવા માટે આવી પહોંચ્યા હતા. આ સાથે માણેકચોક,રતનપોળ અને શહેરના ઘણા શોપિંગ બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

તેમને જણાવી દઈએ કે, ભારે ભીડનો લાભ લઈ ગઠિયાઓ પોતાનું કામ સરળતાથી કરીને જતા રહેતા હોય છે જેના કારણે કાંરજ પોલીસે એક નવી પહેલ શરુ કરી છે. જેમાં પોલીસ દ્વારા ગ્રાહકોના પર્સ,મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી તેઓને એલર્ટ કરે છે અને તેમને સમજાવવામાં આવી રહ્યું છે. આ સાથે પોલીસ દ્વારા બજારમાં ગઠિયો પર સઘન વોચ પણ રાખવામાં આવી રહી છે અને વારવાર લાઉડ સ્પીકરમાં ચોરોથી સાવઘાન રહેવા માટેની જાણ કરવામાં આવી રહી છે.

(6:45 pm IST)