Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

વડોદરાના કરજણ તાલુકામાં પરિણીતાની જમીન પચાવી પાડનાર સાસુ સહીત અન્ય પાંચ સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: કરજણ તાલુકાની વડીલોપાર્જિત ખેતીની જમીન અને વડોદરાની ઓફીસ પચાવી પાડનાર સાસુ સહિત પાંચ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પતિના ભાગમાં આવેલી કરજણ તાલુકાના ધાવત અને ગણપતપુરા ગામની સીમની જમીન સાસુ તેમજ મારા પતિના ભાઈઓને ખેડવા આપી હતી. હવે મારે જાતે જમીન ખેડાણ કરવાની હોવાથી હું થોડા દિવસો પહેલા મારી જમીન પર ગઈ ત્યારે મને ધમકી આપી કાઢી મૂકી હતી અને જમીન પર કબજો જમાવી દીધો હતો. વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ વ્રજસિધ્ધિ ટાવરની ઓફીસ પણ પચાવી પાડી હતી.

(5:40 pm IST)