Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સુરતમાં રિંગરોડ નજીક ટેક્સ્ટાઇલના વેપારી પાસેથી 19.23 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત આચરનાર વેપારી વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: રીંગરોડની રીજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં સુરેશ સિલ્ક મીલ્સ પ્રા. લિ. માંથી રૂ. 19.23 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ નહીં ચુકવી વિશ્વસાઘાત કર્યાની ફરીયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

રીંગરોડની રીજન્ટ ટેક્સટાઇલ માર્કેટમાં સુરેશ સિલ્ક મીલ્સ પ્રા. લિ. નામે કાપડનો ધંધો કરતા સુનીલ સુરેશચંદ્ર જૈન (રહે. આર્શીવાદ પેલેસ, ભટાર રોડ) પાસેથી જૂન 2019માં રીંગરોડની કુબેર પ્લાઝા માર્કેટમાં અરમાન ટ્રેડીંગ નામે ધંધો કરતા ઇમ્તિયાઝ અહમદ અંસારીએ રૂ. 3.45 લાખનું, ડિસેમ્બર 2019માં મુલચંદ ટેક્સટાઇલ માર્કેટમાં શીતલ ટેક્સટાઇલ નામે દુકાન ધરાવતા ચિરાગ મદનલાલ છાબરાએ રૂ. 57 હજારની ખરીદી કરી માત્ર રૂ. 40 હજારનું પેમેન્ટ ચુકવ્યું હતું. 

જયારે જાન્યુઆરીથી જુલાઇ 2021 દરમિયાન મિલેનીયમ માર્કેટમાં શ્રી સાંઇ ફેશન અને જય ધનલક્ષ્મી ક્રિએશનના પ્રકાશ ઇન્દ્રપ્રકાશ પાંડેએ રૂ. 6.44 લાખ, માં અંબા સિલેક્શન નામે ધંધો કરતા મુકેશ બનવારીલાલ ભાર્ગવે રૂ. 1.35 લાખની ખરીદી કરી હતી. ઉપરાંત કાપડ દલાલ રામચંદ્રએ કુબેર ટ્રેડીંગના ગૌતમ મઘુભાઇ વઘાસીયા અને તેના ભાગીદાર આબીદખા ઉર્ફે સઇદ હુસૈન, માં લક્ષ્મી ટેક્સટાઇલના મનોજકુમાર, શ્રીજી ફેશનના જીજ્ઞા પરેશ જીલાકા અને વિજય લક્ષ્મી સારીઝના બનવારીલાલ ગોરધન સૈની સાથે પરિચય કરાવી માર્કેટમાં મોટુ કામ છે એમ કહી આ તમામે રૂ. 7.58 લાખની ખરીદી કરી હતી. 

 

(5:38 pm IST)