Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

મહેસાણા ખાનગી હોસ્પિટલના બાંકડા પર પડેલ 1.50 લાખ ભરેલ બેગની ચીલઝડપ કરી ગઠિયો છૂમંતર.....

મહેસાણા: ખાનગી હોસ્પિટલના બાંકડા પર પડેલો રૂ.૧.૫૦ લાખની રોકડ ભરેલો થેલાની ચીલઝડપ કરીને એક લબરમુછીયો ત્યાંથી ભોગી છૂટયો હતો. સર્જાયેલી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની ભાળ મેળવવા શોધખોળ આરંભી છે.

ડભાડ ગામમાં રહેતા વીમા એજન્ટ જગદીશભાઈ પ્રહલાદભાઈ મોદીને વીમાધારક ગ્રાહકોના પ્રિમીયમ ભરવાના હોવાથી ઘરેથી રૂ.૭૫ હજાર એક થેલામાં મુકીને ગાડી લઈને વડનગર ખાતેની બેંક ઓફ બરોડામાંથી રૂ.૧ લાખ ઉપાડયા હતા. આ પંસા લઈને તેઓ પોતાના ગ્રાહકનો મેડીકલ કરાવવાનું હોવાથી એક ખાનગી હોસ્પિટલમાં ગયા હતા. જયાં તેઓ બાંકડા પર બેઠા હતા તે વખતે કાઉન્ટર પર સહી કરવા જતાં મોકો જોઈને અજાણ્યો શખસ તેમની નજર ચુકવીને રૂ.૧.૫૦ લાખની રકમ ભરેલ થેલો લઈને નાસી છૂટયો હતો.જેની જાણ થતાં વીમા એજન્ટે હોસ્પિટલ બહાર જઈ જોતા થેલાની કોઈ ભાળ મળેલ નહીં.છેવટે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતાં એક ૧૫ વર્ષિય કિશોર બાંકડા પર પડેલ પૈસા ભરેલો થેલો લઈને ગેટની બહાર જતાં નજરે પડયો હતો. જેથી આ અંગે તેમણે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:31 pm IST)