Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ગુજરાતમાં ખાદ્યતેલ-તેલિબિયા ઉપર સ્ટોક લીમીટ જેવા નિયંત્રણો ન લાદો : ભાવ ઘટાડવા આવું નિરર્થક

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠને અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીને કરી અપીલ : આયાતકારો ઉપર સ્ટોક મર્યાદા શા માટે નહિ? નિયંત્રણોથી સ્વદેશી તેલોનો વપરાશ ઘટશે

રાજકોટ, તા.૨૫: ગુજરાત રાજય ખાદ્યતે અને તેલીબીયા સંગઠનના પ્રમુખ સમીર શાહે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઇ પટેલને એક પત્ર લખી રાજયમાં ખાદ્યતેલ અને તેલીબીયા વેપાર ઉપર સ્ટોક લીમીટ જેવા નિયંત્રણો ન નાખવા અપીલ કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે,

ખાદ્યતેલના વધતા ભાવોને લઈને કેન્દ્ર સરકારે ૦૮/૧૦/૨૦૨૧ ના રોજ બહાર પાડેલ પરિપત્ર અનુસાર ખાદ્યતેલ અને તેલિબિયાના વેપાર ઉદ્યોગ પર Stock limit      જેવા નિયંત્રણો નાખવાની રાજય સરકારોને સત્ત્।ા આપી છે. રાજય સરકારને સત્તા આપવા પાછળનો હેતુ દરેક રાજયોમાં પ્રવર્તતી પરિસ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય લઈ શકાય તે માટેનો છે.

ગત વર્ષે ખેડૂતોને તેલિબિયા ના સારા ભાવ મળવા ઉપરાંત અનુકૂળ વાતાવરણને કારણે આપણાં રાજયમાં મગફળી, સોયાબીન જેવા તેલિબિયા પાકોનું મબલખ ઉત્પાદન થયું છે. રાજયમાં મગફળીનું ઉત્પાદન છેલ્લા અઢી દાયકાનું સર્વોતમ ઉત્પાદન થનાર છે.

આપણાં દેશમાં ખાદ્યતેલની મોટી ખાદ્ય છે. અને આપણે આપણી જરૂરિઆતનું ૬૫% ખાદ્યતેલ અન્ય દેશોમાથી આયાત કરીએ છીએ આ આયાતકારો પર કોઈ સ્ટોક મર્યાદા નાખવાની જોગવાઈ નથી. તો માત્ર સ્થાનિક ઉદ્યોગકારો/વેપારીઓ પર જ શામાટે? આપણી આયાત પરની નિર્ભરતા ઓછી કરવા સ્વદેશી તેલના વપરાશને પ્રોત્સાહિત કરવાની જરૂર છે ત્યારે આવા નિયંત્રણો લાદવાથી સ્વદેશી તેલોનો વપરાશ ઘટશે. ખાદ્યતેલના ભાવની વધઘટ સંપુર્ણ પણે વિદેશી બજાર પર નિર્ભર છે. જો આયાતી તેલોના ભાવ ધટે તો જ સ્વદેશી તેલના ભાવ ધટશે. માટે ભાવ ધટાડવા નિયંત્રણો લાદવા નિરર્થક છે. તમે બજારનો અભ્યાસ કરશો તો અત્યારે સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાતના માર્કેટિંગ યાર્ડો મગફળીની આવકોથી છલકાય છે. ને શિગતેલના ૧૫૧પ્ન ડબાના ભાવ રૂ.૨૭૦૦ થી ૨૭૫૦ની ઉપલી સપાટીથી ઘટી ૩૫. ૨૫૨૫-૨૫૫૦ જેવા થયા છે. જે પ્રતિ ડબે રૂ. ૨૦૦ નો દ્યટાડો સુચવે છે. હવે જો સ્ટોક મર્યાદા જેવા નિયંત્રણો આવશે તો Millers તેમજ પ્રોસેસર્સ (HPS પ૨ડ શિંગદાણા બનાવતા યૂનિટો ) મગફળીની ખપજોગી જ ખરીદી કરશે જેને કારણે ખેડુતોને યોગ્ય ભાવ મળશે નહીં અને આગામી વર્ષોમાં મગફળીનું વાવેતર ઘટશે.

તદઉપરાંત LEGAL POINTS પર પણ વિચાર કરશો તો સરકારે ગત વર્ષે જે ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા તેમાં બીજા કાયદામાં સ્પષ્ટ પણે ઉલ્લેખ છે કૈ ખાવા નિયંત્રણો સરકાર અસાધારણ સંજોગો જેવા કે યુદ્ઘ, કુદરતી આફત અથવા ૧૦૦% ભાવ વધારો થાય ત્યારેજ નાખી શકે છે. મગફળીને શિંગતેલ ના ભાવો જોશો તો તેમાં ગત વર્ષે દરમ્યાન માત્ર ૧૫ થી ૨૦%  જેટલો જ વધારો થયો છે. તો આવા નિયંત્રણો નાખવા માટે કોઈ સંજોગો પ્રવર્તમાન નથી.

છેલ્લા કેટલાક વર્ષોથી રાજય સરકારની અનુકુળ નીતિને કારણે ખાદ્યતેલઉદ્યોગ રાજયમાં ઊતરોતર પ્રગતિ કરી રહ્યો છે ને નવા નવા યૂનિટો પ્રસ્થાપિત થઈ રહ્યા છે. આ એકમોની અંદરો અંદરની હરિફાઈને કારણે સ્વદેશી તેલોના ભાવ. ખાસ કરીને શીંગતેલના ભાવો અન્ય તેલોની સરખામણીએ દ્યણા ઓછા વધ્યા છે. આયાતી તેલો જેવા સનફ્લાવર, સોયાબીન,પામોલિન વગેરેના ભાવોમાં ૫૦ થી ૫૫્રુ જેટલો ભાવ વધારો થયો છે જયારે શીંગતેલના ભાવોમાં માત્ર ૨૦%  જ વધારો થયો છે. તેમ અંતે જણાવ્યું છે.

(4:16 pm IST)