Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

શિયાળાના ધીમા પગલે આગમન બાદ ગુલાબી ઠંડીનો માહોલ : માવઠાથી આગાહી : લઘુતમ તાપમાન ઘટશે

આગામી દિવસોમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાય તો નવાઈ નહીં

અમદાવાદ : શિયાળાની ઋતુના ધીમા પગરવ સાથે આગમન થયા બાદ ગુલાબી ઠંડીનો માહોલ હજુ પણ યથાવત છે અને દિવસે દિવસે તેનો પ્રભાવ વિસ્તરી રહ્યો છે. હવામાન ખાતાએ આવતીકાલે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની આગાહી કરી છે તેની વચ્ચે બે થી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરી છે. મતલબ આગામી દિવસોમાં ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાય તો નવાઈ નહીં રહે. આજે મોરબી અને ચોટીલામાં હળવો વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહી ગયા હતા.

(12:36 pm IST)