Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

નર્મદા પોલીસ દ્વારા રીક્ષા પ્રચાર સહિત લોક જાગૃતિ અભિયાન બાદ સાઇબર ક્રાઇમ ના ગુના અટક્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં સાઇબર ક્રાઇમનો ભોગ બનતા લોકોને જાગૃત કરી કોઈ ઠગ વ્યક્તિ ઓનલાઈન છેતરપીંડી ન કરી જાય તે માટે નર્મદા પોલીસ વડા હિમકરસિંહએ રાજપીપળા શહેર સહિત જિલ્લામાં સાઇબર ક્રાઇમ જાગૃતિ માટે એકાદ મહિનાથી રીક્ષા  પ્રચાર, જાગૃતિના પેમ્પ્લેટ નું વિતરણ સહિત અલગ અલગ પ્રકારના લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા બાદ હાલ ઘણા દિવસો થી જિલ્લામાં આમ નાગરિક સાઇબર ક્રાઇમ નો ભોગ બન્યો ન હોવાનું જોવા મળ્યું છે.

જોકે એક કહેવત લોભિયા હોય ત્યાં ઘુતારા ભૂખે ન મરે તે પ્રમાણે પોલીસ વિભાગ,મીડિયા દ્વારા આ બાબતે અવાર નવાર જાગૃતિ માટે અનેક હઠકંડા અપનાવવા છતાં ક્યારેક અમુક લોકો લાલચમાં આવી ઠગ ટોળકીનો ભોગ બની જતા હોય ત્યારે પોલીસ કે અન્ય કોઈપણ આ બાબતે શુ કરી શકે માટે પોતે જ જાગૃત થવું પડશે.

(11:22 pm IST)