Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અમદાવાદ :નિર્ણયનગરમાં બંગાળી સમાજ દ્રારા દુર્ગા પુજાની ઉજવણી :108 કમળના ફૂલની માળા ‘ર્મા’ દુર્ગાને અર્પણ કરાઈ

તમામ ભાવિકભક્તોના સેનેટાઇઝથી હાથ સાફ કરાવવાની સાથે વિનામૂલ્યે માસ્કનું વિતરણ

અમદાવાદ : ર્માં દુર્ગા સેવા સમિતિ દ્રારા નિર્ણયનગર ખાતે આવેલા શાંતારામ કોમ્યુનિટી હોલ ખાતે સતત ત્રણ દિવસ સુધી ર્માં દુર્ગાની પુજાનું આયોજન કરવામાં આવ્યું છે.ગઇ તા. 22મીથી શરૂ કરાયેલી ઉજવણી આવતીકાલ તા. 26મી ઓક્ટોબર સુધી ચાલશે. આજે રવિવારના રોજ 108 કમળના ફૂલોની માળા ર્માં ને અર્પણ કરાઈ હતી. આ ઉપરાંત ઉપસ્થિત તમામ ભાવિકભક્તોના સેનેટાઇઝથી હાથ સાફ કરાવવાની સાથોસાથ વિનામૂલ્યે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત કોરોનાને લગતા બેનરો અને પત્રિકાઓનું વિતરણ કરાયું હતું.આ અંગે ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા અને પગલાં સમિતિ તેમજ ગ્રાહક સત્યાગ્રહ અને ગ્રાહક ક્રાંતિના માધ્યમથી પ્રત્યેક ભાવિક ભક્તો/ દર્શનાર્થીઓને આજે રવિવારે દુર્ગાષ્ટમીના પ્રસંગે હોલમાં પ્રવેશ કરતાંની સાથે જ હેન્ડ સેનેટાઇઝ કરાવી નિશુલ્ક માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો સંદેશા મુજબ કોરોના કાળમાં સંયમ, સુરક્ષા અને સલામતિ સાથે તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

 

જયારે ગ્રાહક સત્યાગ્રહના પ્રમુખ સુચિત્રા પાલે જણાવ્યું હતું કે અમદાવાદમાં વસતા બંગાળીઓ દ્રારા આ પુજા કરવામાં આવી છે. અષ્ટમીમાં ર્માં ની પુજા અલગ રીતે થાય છે. 108 કમળના ફૂલની માળા અર્પણ કરાઇ છે.”

(11:10 pm IST)