Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

રાજપીપળામાં દશેરા નિમિત્તે કરજણ નદી કિનારે માતાજીના જવારાનું વાજતે ગાજતે વિસર્જન કરાયું

નવ દિવસ ભક્તોના ઘરમાં માતાજીની સ્થાપના બાદ દશેરાએ માતાજીનું કોવિડના પાલન સાથે વિસર્જન કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત સમગ્ર નર્મદા જિલ્લામાં કોરોના વચ્ચે નવરાત્રીનો પર્વ ખૂબ સાદાઈથી મનાવાયો છે જેમાં નવ દિવસ ભાવિક ભક્તો પોત પોતાના ઘરે ખુશીથી માતાજીની સ્થાપના કરી દશેરાના દિવસે માતાજીનું કરજણ નદીમાં વિસર્જન કરતા હોય છે જે આજે દશેરા નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો એ વાજતે ગાજતે અને કોવિડ-૧૯ના નિયમના પાલન સાથે કરજણ નદીમાં વિસર્જન કર્યું હતું.ત્યારે આ વિસર્જન ટાણે કેટલાક ભક્તોની આંખો મતાજીની વિદાયને લઈ ભીની થયેલી પણ જોવા મળી હતી આમ અશ્રુભરી આંખે માતાજીના જવારાનું આજે કરજણ નદીમાં વિસર્જન કરાયું હતું.

(10:27 pm IST)