Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

ટ્રાફિક વિભાગે લોકડાઉનમાં પણ વાહનો ટૉ કર્યા : રિપોર્ટ

કોન્ટ્રાક્ટરને ૫ મહિનામાં ૧.૨ કરોડ ચૂકવ્યા : RTI એક્ટિવિસ્ટનો આરોપ, પોલીસ દ્વારા પાછળથી રેકોર્ડ ઉમેરવા માટે લોક-બુક કોરી મૂકી દેવાઈ, હિસાબમાં ગોટાળો

સુરત,તા.૨૫ : દેશ જ્યારે લોકડાઉનમાં હતો અને માંડ અમુક લોકોને ઘરની બહાર જવાની પરવાનગી મળી હતી, એવામાં પાર્કિંગના નિયમો તોડવાના કેસ ગણ્યા ગાઠ્યા આવતા હતા. આ સમય દરમિયાન સુરત પોલીસે ટો-ક્રેનને ભાડે રાખવા માટે બે મહિનાના ૩૭.૮ લાખ રૂપિયા ચૂકવ્યા. આટલેથી પણ વધારે અનલોકના પહેલા ત્રણ ફેઝમાં લોકો માંડ વાહન લઈને ઘરની બહાર નીકળતા હતા ત્યારે પોલીસે આ ટો-ક્રેન માટે ૮૨.૭૯ લાખ રૂપિયા ચૂકવ્યા. કુલ મળીને કહીએ તો પાંચ મહિનામાં પોલીસે ૨૨ ટો-ક્રેન ભાડે રાખવા માટે કોન્ટ્રાક્ટરને ૧.૨ કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. આ પેમેન્ટમાં જુલાઈ મહિનાનો પણ સમાવેશ થાય છે, જેમાં પોલીસે ૭ જુલાઈથી કેમ્પેઈન શરૂ કર્યું હતું. જેમાં નો-પાર્કિંગમાં વાહન હોવા છતાં દિવસો સુધી કોઈના વાહનો ટો કરવામાં આવ્યા નહોતા. આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન, એપી ચૌહાણ દ્વારા વાંધો ઉઠાવવા છતાં જુલાઈ મહિનાનું ભાડું ક્રેન એજન્સીને ચૂકવી દેવામાં આવ્યું.

               પોતાના પત્રમાં એપી ચૌહાણ ઉલ્લેખ કરે છે કે, કેમ્પેઈન દરમિયાન ક્રેઈનનો ઉપયોગ કરાયો નથી, એવામાં તેનું પેમેન્ટ ન થવું જોઈએ. પરંતુ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ, ટ્રાફિક પ્રશાંત સુમ્બેએ આ વાતને નકારી દીધી હતી. એક્ટિવિસ્ટ સંજય એઝાવાએ આરટીઆઈ અરજી દ્વારા આ માહિતી એકઠી કરી હતી. જેમાં તેઓ આરોપ લગાવે છે કે ટોઈંગની એક્ટિવિટી શૂન્ય હોવા છતાં પણ ખોટી રીતે કોન્ટ્રાક્ટરને ચૂકવણી કરવામાં આવી. આ ઉપરાંત તે લોગ-બૂક્સમાં એન્ટ્રી બાબતે પણ બેદરકારી દાખવવાના આરોપ લગાવે છે.

            સીનિયર ટ્રાફિક પોલીસ અધિકારીએ દાવો કર્યો કે, ટોઈંગ ક્રેન્સનો ઉપયોગ ડિટેઈન કરાયેલા વાહનોને શિફ્ટ કરવા માટે, જ્યારે કેટલીક ક્રેન્સને સ્ટેન્ડ-બાય પર અને અન્ય ક્રેન્સનો ઉપયોગ ફૂડ, સેનિટાઈઝર્સ તથા અન્ય વસ્તુઓ જેવા રાહત સામગ્રી પહોંચાડવા માટે કરાયો હતો. એક્ટિવિસ્ટ એઝાવા આરોપ લગાવે છે કે, શહેરમાં જ્યારે ઝીરો વ્હીકલ મૂવમેન્ટ હતી આ દરમિયાન તેમણે કેટલાક સ્થળોએથી વાહનો ડિટેઈન કર્યા હોવાનું લોગ-બુકમાં દર્શાવાયું છે. કેટલાક કેસોમાં પાછળથી એન્ટ્રી કરવા માટે લોગ-બુકની કોરી મૂકી દેવાઈ છે. જ્યારે કેટલાક કિસ્સામાં તેમણે ડિટેઈન કરાયેલા વાહનોનો આંકડો લખવાની જગ્યાએ પેટ્રોલિંગ અથવા બંદોબસ્ત લખી દીધું છે. એઝાવા આરોપ લગાવે છે કે, જુલાઈ મહિનામાં વધારે પેમેન્ટ કરવામાં આવ્યું, જો ટ્રાફિક પોલીસના દાવાને માનવામાં આવો તો પણ લોગ-બુકના ડેટા મુજબ હિસાબમાં ૫૩.૯ લાખ રૂપિયાનો તફાવત છે. હવે તેમણે શહેર પોલીસ કમિશનર, એન્ટી-કરપ્શન બ્યૂરોના ડિરેક્ટરેટ, ગૃહ વિભાગ, મુખ્ય મંત્રી તથા લોકાયુક્તને લેખિતમાં ફરિયાદ કરી છે.

(7:31 pm IST)
  • સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો..નરેન્દ્રભાઈ : "મન કી બાત" કાર્યક્રમમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ કહ્યું હતું કે નવા કૃષિ કાયદાથી ખેડૂતોને ફાયદો થશે.. : તેમણે મનની વાત કરતા કહ્યું હતું કે સરહદ પર તૈનાત સૈનિકોના નામે દીવો પ્રગટાવજો.. : વડાપ્રધાને દેશવાસીઓને કહ્યું કે ખરીદી કરતી વખતે "વોકલ ફોર લોકલ"નો સંદેશ યાદ રાખો.. : નરેન્દ્રભાઈએ કહ્યું કે દશેરા એ સંકટ ઉપર વિજયની ઉજવણીનો ઉત્સવ છે.. access_time 2:21 pm IST

  • કોરોના સામે ભારત વહેલું જાગી ગયું હતું: વર્લ્ડ ઈકોનોમીક ફોરમ : વર્લ્ડ ઈકોનોમીક ફોરમના વડા ક્લોઝ સ્કવાબે કહ્યું છે કે કોરોના મહામારીમાં ભારતે સારી રીતે અને વહેલા પગલાઓ લીધા હતા. access_time 2:20 pm IST

  • નરેન્દ્રભાઈ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મંગળવારે તકેદારી અને ભ્રષ્ટાચાર વિરોધી રાષ્ટ્રીય પરિષદનું ઉદઘાટન કરશે. access_time 10:08 pm IST