Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

નર્મદાની તૈયારી, સી પ્લેનનું એરોડ્રામ પૂર્ણતાના આરે

એસઓયુનો વિસ્તાર કોરોના ફ્રી બનશે : આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે

નર્મદા,તા.૨૫ : ગુજરાતમાં પ્રથમ સી પ્લેન અમદાવાદથી કેવડિયાના નર્મદા ડેમ નજીક તળાવ નંબર ૩ ખાતે શરૂ થનાર છે. આગામી ૩૧ ઓક્ટોમ્બરના સરદાર પટેલ જ્યંતીના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ યોજાવવાની છે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી પ્લેનમાં બેસીને ઉદ્દઘાટન કરવાના છે. તો આ સી પ્લેન જે સ્થળે ઉતરવાનું છે જેમાં તે તળાવ નંબર ૩ પાસે સી પ્લેન માટે વોટર એરોડ્રામનું પૂર્ણતાના આરે છે. નર્મદા ડેમના તળાવ નંબર ૩ પાસે જેટી અને વોટર એરોડ્રામ બનાવવાની કામગિરી લગભગ હવે પૂર્ણ થઈ ગઈ છે. ફ્લોટિંગ જેટીને તળાવમાં ઉતારી દેવામાં આવી છે. જે સી પ્લેનમાં ગેસ્ટ આવશે તેને ચઢવા ઉતારવા માટે એક ટર્મિનલ બની ગયું છે. આ જેટી ૨૪ મીટર બાય ૯ મીટરની છે. જે જમીનથી એક બ્રિજ દ્વારા કનેક્ટ કરવામાં આવી છે. જેની કેપેસિટી ૬૫ ટનનો ભાર લઈ શકે છે. સાથે તળાવના ૩ કિલોમીટર વિસ્તારમાં બોયા માર્કિંગ કરવામાં આવ્યું છે.

                  જેના થકી સી પ્લેન જેના માર્કિંગ પ્રમાણે જેટી સુધી સરળતાથી પહોંચી શકે અને કોઈ દુર્ઘટના ન ઘટી શકે. હાલ જેટી તેમજ વોટર એરોડ્રામનું કામ હવે પૂર્ણતાને આરે છે અને હવે એક બે દિવસમા સી પ્લેન આવ્યા બાદ તેની ટેસ્ટ રાઈડ થશે. ૩૧ મી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે ત્યારે દેશના વડાપ્રધાન નરેદ્ર મોદી પણ હાજર રહેવાના છે. પીએમ મોદી ૩૦ તારીખના રાત્રી રોકાણ કરવાના છે. જેથી કેવડિયા વિસ્તારને કોરોના ફ્રિ ઝોન બનાવવા આ વિસ્તરમાં પ્રવેશનારને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવવો પડશે.

                   પોતાના આઈકાર્ડ સિવાય કોરોના નેગેટિવનું કાર્ડ પણ જરૂરી બની રહેશે. જેને લઈને કર્મચારીઓની મુશ્કેલીઓ વધી છે. જોકે આ કામગીરીને લઈને નર્મદા જિલ્લા આરોગ્ય ૪૬ જેટલી ટીમો કામે લગાડી દીધી છે. અત્યાર સુધીમાં રોજના ૩૦૦૦ હજાર કોરોના ટેસ્ટ કરી દરેકને પીળા કલરનો એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યો છે. જેની માત્ર ૪૮ કલાકની વેલિડિટી હોઈ છે. જો ૪૮ કલાક ઉપર થઈ જાય અને જેતે વ્યક્તિ ને એસઓયુ પર નોકરી અથવા કોઈ કામ માટે આવવું હોઈ એને ફરી કોરોના ટેસ્ટ કરાવવો પડે છે. ત્યારે મોદીના કાર્યક્રમમાં કોવીડ-૧૯ નો ટેસ્ટ કરાવીને નેગેટિવ આવે તેઓને ફરજ સોંપવાની પીએમઓ અને સીએમઓમાંથી સૂચના હોય ૧૮,૦૦૦ લોકોના ટેસ્ટ કરવામાં આવનાર છે. ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગે પણ ૧૦,૦૦૦ જેટલી કોરોના ટેસ્ટિંગની કીટો મંગાવી છે. નર્મદા જિલ્લા આરોગ્ય ની તિલકવાડા અને ગરુડેશ્વર સહિતની ૪૬ ટીમોએ ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

(7:26 pm IST)
  • અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી માર્યો ગયો : આતંકી સંગઠન અલકાયદાનો માસ્ટરમાઈન્ડ મોહસીન અલ મિશ્રી અફઘાન દળોના હાથે ઠાર મરાયો છે. અફઘાનિસ્તાનના ગજની પરગણાના અંડાર જિલ્લામાં એક ઓપરેશનમાં મોહસીન માર્યો ગયાનું અફઘાન સમાચાર સંસ્થાએ જાહેર કર્યું છે. access_time 2:19 pm IST

  • આર્મેનીયા-અઝરબૈજાન જંગમાં ૫ હજાર મોતઃ વિશ્વ ઉપર યુદ્ઘનું મોટું જોખમઃ અમેરિકા યુદ્ઘ સમાપ્તિ માટે કાર્યરત : આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ચાલી રહેલા યુદ્ઘને સમાપ્ત કરવા માટે અમેરિકા આગળ આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ બંને દેશોના નેતાઓ સાથે મુલાકાત કરી, જેથી સમાધાનને શકય બનાવી શકાય. જો કે, તેઓ સફળ થાય તેવી આશા ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. access_time 3:04 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST