Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

આમલેથા ગામમાં દીકરી અન્ય પુરુષ સાથે જતી રહેતા ટેન્શન આવી પિતાએ ઝેરી દવા પિતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના આમલેથા ગામના સુથાર ફળીયા માં રહેતા ધર્મેન્દ્રભાઇ દાવનજીભાઇ વસાવા (ઉ.વ .૪૨) ની દિકરી પુખ્ત વયની હોઇ પોતાની મરજીથી ગામમાં રહેતા અલ્પેશ અમૃતભાઇ વસાવા સાથે જતી રહેલ હોવાથી અને પિતા ધર્મેન્દ્ર દારૂ પીવાની ટેવવાળો હોઇ દિકરીના ટેન્શનના કારણે દારૂ પીધા બાદ પોતાના ખેતરે મુકેલ ઘાસમાં છાંટવાની દવા પી જતા  સારવાર દરમ્યાન તેનું મોત થતા આમલેથા પોલીસે અ.મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:57 am IST)