Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગુજરાતના તમામ યુવાનોને ૫ વર્ષમાં સરકારી નોકરી અપાશે: અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે ભરતી કેલેન્ડર જાહેર કર્યું

જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી ૩૦૦૦ રૂ. બેરોજગારી ભથ્થું : ૧૦ લાખ સરકારી નોકરી આપવાની દિલ્હીના મુખ્યમંત્રીની અમદાવાદમાં જાહેરાત

અમદાવાદ તા.૨૫: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં આગામી ચૂંટણીઓમાં આપ પાર્ટીને વિજય મળશે તો ગુજરાતના તમામ યુવાનોને પાંચ વર્ષમાં નોકરી આપવાનું વચન આપ્યું છે. તેમણે ગુજરાત માટે ભરતી કેલેન્ડરની વિગતવાર જાહેરાત પણ આજે અમદાવાદના નરોડામાં એક ચૂંટણી સભામાં કરી હતી.

ડિસેમ્બરમાં આપની સરકાર બનતાં ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા, એપ્રિલમાં પરિણામ, પછી ભરતી: મે માસમાં ટેટ અને ટાટની પરીક્ષા, જુલાઈમાં પરિણામ, પાસ થશે તેઓ માંગશે તે જિલ્લામાં પોસ્ટીગ

નવેમ્બરમાં સબ ઇન્સ્પેક્ટર, ઇન્સ્પેક્ટરની ભરતી, વેઇટીંગ લિસ્ટ ઓપરેટ થશે. સ્પર્ધાત્તમક પરીક્ષા માટે ઉમેદવારોને બસમાં મફત મુસાફરી.

પ્રાઇવેટ સેક્ટરમાં ૮૦ ટકા રોજગારમાં ગુજરાતીઓની પ્રથમ પસંદગી:  જ્યાં સુધી નોકરીઓ નહીં મળે ત્યાં સુધી ૩૦૦૦ રૂ. બેરોજગારી ભથ્થું: ૧૦ લાખ સરકારી નોકરી આપવાની કેજરીવાલની જાહેરાત 

(4:40 pm IST)