Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

અમદાવાદમાં પ્રેમલગ્ન બાદ સાસરિયાના ત્રાસથી આત્મહત્યાનો કરવા જતી યુવતીને અભયમે બચાવી

સાસુ-સસરા દહેનની માગણી કરી હેરાન કરતા હતા: પતિ પણ મારપીટ કરવા લાગતા યુવતી આપઘાત કરવા પહોચી

અમદાવાદમાં આવેલા પોશ વિસ્તારમાં રહેતી યુવતીએ બે વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ હવે સાસરિયાવાળા દહેજ માટે યુવતીને ત્રાસ આપતા હતા. જેથી યુવતી આત્મહત્યા કરવા માટે રિવરફ્રન્ટ પહોચી હતી. સમગ્ર ઘટનાની અભયમને જાણ થતા ટીમે ઘટના સ્થળે પહોચી તેને આપઘાત કરતા રોકી લીધી હતી. ત્યારબાદ યુવતીના પતિને બોલાવી બંનેને સાથે બેસાડીને કાઉન્સેલિંગ કર્યુ અને તેમનું સુખદ સમાધાન કરવ્યું હતું.
અત્યારે પ્રેમલગ્ન કરવાની હોડ લાગી છે, ત્યારે 2 વર્ષ અગાઉ આ યુવતીએ પ્રેમલગ્ર કર્યા હતા. જોકે, પ્રેમલગ્નથી નારાજ બનેલા સાસુ-સસરા, જેઠ-જેઠાણી દહેજ માગીને યુવતીને વારંવાર હેરાન કરતા હતા. તેનો પતિ યુવતીને સાંત્વના આપીને શાંત રહેવાનું કહેતો હતો. સાસરિયા વાળા અવાર-નવાર ચારિત્ર્ય પર પણ શંકા કરવા લાગ્યા અને છૂટાછેડા આપવા માટે પણ દબાણ કરવા લાગ્યા હતા. આ બાજુ તેનો પતિ પણ હવે મારપીટ કરવા લાગ્યો હતો. યુવતીની કોઈ વાત તેનો પતિ સાંભળવા તૈયાર નહોતો. ત્યારે યુવતી હવે ચારેય બાજુના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી તે હવે આપઘાત કરવા માટે તૈયાર થઈ ગઈ હતી.

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી યુવતી સાસરિયાના ત્રાસથી કંટાળી ગઈ હતી. તેને કોઈ રસ્તો ન દેખાતા તે આપઘાત કરવા માટે રિવરફ્રન્ટ પહોચી અને અભયમની ટીમને ફોન કર્યો હતો. અભયમને ફોન કરી કહ્યું કે, મે પ્રમલગ્ન કર્યા છે એટલે હું આત્મહત્યા કરવા જઈ રહી છૂં. આટલી વાત કરી તેણે ફોન કાપી નાખ્યો હતો. અભયમે તેને પાછો ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો પણ ફોન લાગ્યો નહી. આ ઘટના બાદ અભયમે ટેક્નિકલ ટીમનો સંપર્ક કરીને એનાલિસિસ કરી યુવતીના ફોનનું લાસ્ટ લોકેશન મેળવીને યુવતી આપધાત કરે તેની પહેલા જ પહોચીને તેને બચાવી લીધી હતી.
બાદ તેને આપઘાતનું કારણ પુછતા યુવતીએ જણાવ્યં કે લગ્ન જીવનથી કંટાળીને આપઘાત કરવા જઈ રહી હતી. તેના લગ્નજીવનમાં તેના પતિ સહિત બધા સાસરિયા વાળા તેને માનસિક ત્રાસ આપવા લાગ્યા હતા. જેથી અભયમે યુવતીના પતિને બોલાવીને બંનેનું કાઉન્સલિંગ કર્યું કરી સમાધાન કરાવ્યું હતું

યુવતીએ આપઘાત કરતા પહેલા અભયમને કોલ કરી ફોન સ્વિચ ઓફ કરી લીધો હતો. ત્યારે અભયમે પોતાની ટેક્નિકલ ટીમનો સંપર્ક કરી યુવતીનો નંબરના આધારે તેનું નામ અને જીપીએસ લોકેશન ટ્રેસ કરીને તેનું છેલ્લું લોકેશનના આધારે અભયમ રિવરફ્રન્ટ પહોચી યુવતીને આત્મહત્યા કરતા રોકી લીધી હતી.

(3:49 pm IST)