Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગાંધીનગરમાં હવે આંદોલનકારીઓ સામે પોલીસ આક્રમકઃગુના નોંધવાની કાર્યવાહી

મહિલા LRD,આરોગ્યકર્મીઓ સહિત અન્ય આંદોલનકારીઓ સામે સેક્ટર 7 અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા

ગાંધીનગરમાં હવે આંદોલનકારીઓ સામે પોલીસ હરકતમાં આવી ગઈ છે. પોલીસે આંદોલનકારીઓ સામે ગુના નોંધવાની કાર્યવાહી કરી છે.. મહિલા LRD,આરોગ્યકર્મીઓ સહિત અન્ય આંદોલનકારીઓ સામે સેક્ટર 7 અને સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે. આ મંજૂરી વિના રેલી, ધરણા અને આંદોલન કરવા બદલ તેમજ સરકારી મિલકતને નુક્સાન કરવા બદલ આંદોલનકારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા છે.

મંજૂરી વગર રસ્તા રોકીને વિરોધ કરનારા 78 LRD ઉમેદવારોએ જામીનની શરતોનો ભંગ કરતા જેલ વૉરંટ ભરવામાં આવ્યું છે. તેમને અમદાવાદની સાબરમતી જેલમાં મોકલી દેવાયા છે.. DySP એમ.કે.રાણાએ કહ્યું કે- કોઈ આંદોલનકારીએ સત્યાગ્રહ છાવણી સહિત અન્ય જગ્યાએ રેલી, ધરણા કે આંદોલન કરવાની મંજૂરી લીધેલી નથી કે મંજૂરી આપવામાં આવી નથી.

જેથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.23 સપ્ટેમ્બરે આરોગ્ય કર્મચારીઓના આંદોલન, રેલી અને ધરણાની કોઈ મંજૂરી નહોતી.. મંજૂરી વિના આવ્યા હોવાથી સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો દાખલ કરાયો છે. આંદોલનકારીઓને જાણ કરવામાં આવે છે કે મંજૂરી વિના આ રીતે કાયદાનો ભંગ કરીને ગાંધીનગરમાં આવવું નહીં.

(12:02 am IST)