Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

રાજપીપળાનાં ડો. દમયંતીબા સિંધાને તથા અન્યોનું તેમનાં સેવાકાર્યો બદલ આણંદ ખાતે સન્માન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આણંદ પીપલ્સ મેડિકેર સોસાયટી શ્રી પી એમ પટેલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટયૂટ આયોજિત શતાબ્દી વંદના અને ત્રિવેણી સંગમ વાર્ષિક ઉત્સવ નિમિત્તે મુખ્ય અતિથિ તરીકે જય માતાજી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક ડો. દમયંતીબા સિંધા તથા ભારત રાષ્ટ્રીય દળ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણસિંહ ભૂપતસિંહ સિંધા રાષ્ટ્રીય મહામંત્રી બટુકભાઈ વડોદરિયા ગુજરાત યુથ વિના અધ્યક્ષ ડોક્ટર ધવલ પટેલ ગંગાજળિયા સિંધા ગોહિલ રાજપૂત સમાજ સંગઠનના ટ્રસ્ટી ડો પ્રદીપસિંહ તથા અલ્પાબેન પટેલ તથા ડો ટીશાબા હેમતસિંહ ચૌહાણ ડો દેવાંશીબા પ્રદીપસિંહ હાજરી આપી તમામ મહાનુભાવ આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી શ્રી પીએમ પટેલ કોલેજ એન્ડ ઇન્સ્ટિટ્યૂટના ટ્રસ્ટી બીપીનચંદ્ર પટેલ તથા પાર્થ પટેલ દ્વારા સ્મૃતિ ભેટ તેમજ સાલ ઓઢાળીને સન્માનિત કરવામાં આવ્યા તેમજ સ્ટાફ ગણ વડીલ મિત્રો એનો અભિવાદન કર્યું મેડલ વિતરણ કરાયું વશિષ્ઠ સન્માનિત મહાનુભાવો સન્માનિત વિદ્યાર્થીઓ અભિવાદન કરી તેમની મહેનત અને સફળતા બિરદાવી શુભેચ્છા પાઠવી સાથે જ અમને મુખ્ય અતિથિ તરીકે પુષ્પગુચ્છાલ ઓઢાળી સ્મૃતિ ભેટ આપી સન્માનિત કર્યા હતા આણંદ પીપલ્સ મેડિ કેર સોસાયટી પીએમ પટેલ કોલેજ અને ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રંગે ચંગે વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

(10:39 pm IST)