Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સાગબારા અમીયાર દુધમંડળી નજીકથી પોલીસે ઇનોવા ગાડી સાથે રૂ.5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં સાગબારા પોલીસ એક બાદ એક દારૂનો ધંધો કરનાર તત્વો પર લાલ આંખ કરી રહી છે ત્યારે હાલ વધુ એક દારૂનો કેસ કરવામાં સફડતાં મેળવી હતી
મળતી માહિતી અનુસાર સાગબારા પીએસઆઈ કે. એલ ગળચર અને પોલીસ ટીમે બાતમીના આધારે અમિયાર દૂધ મંડળી નજીક નાકાબંધી કરી ત્યાં ઇનોવા ગાડી નંબર MH-04-EX-9639 ના અજાણ્યા ચાલકે પોતાના કબ્જામાંની ઇનોવા ગાડીમાં ગે.કા. ઇગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૬૮૪ જેની કિ.રૂા.૮૭,૮૦૦ તથા અલગ અલગ બ્રાન્ડના બીયર ટીન નંગ-૧૪૪ જેની કિ.રૂા.૧૪,૪૦૦ મળી કુલ કિ.રૂા.૧,૦૨,૨૦૦ ના પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરતા પોલીસની નાકાબંધી જોઇ પ્રોહી મુદ્દામાલ ભરેલ ઇનોવા ગાડી આશરે કિ.રૂ.૪, ૦૦,૦૦૦ મળી કુલ રૂા-૫,૦૨,૨૦૦ નો મુદ્દામાલ ખેતરમા જવાના કાચા રસ્તા ઉપર મુકી ખેતરોમાંથી અજાણ્યો ચાલક નાસી જતાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી ગુનો દાખલ કર્યો છે .

(10:39 pm IST)