Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા કર્મચારીઓ એક સાથે હડતાળ પર ઉતરી જતાં અધિકારીઓમાં દોડધામ

ભરત શાહ દ્વારા) રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ફરજ બજાવતા તમામ કર્મારીઓ એક સાથે હડતાળ પર ઉતરી ધરણા પ્રદર્શન કરી સુત્રોચાર કરતા અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરો માં દોડધામ થઈ ગઈ હતી. એક બાજુ રાજ્યના સી.એમ કેવડિયા એકતા નગરની ટેન્ટ સિટીમાં કોન્ફરન્સમાં હજાર દેશભરમાંથી મંત્રીઓ આવ્યા હોય બપોર બાદ તમામ મંત્રીઓ ઉચ્ચ અધિકારીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત કરવાના હોય સૌના જીવ તાળવે ચોંટી ગયા હતા.
SOU ના તમામ કર્મચારીઓ પગાર વધારવા બાબતે એક સાથે એક શૂરમાં આંદોલન છેડયું હતું. આજે મોંઘવારી પ્રમાણે ઇન્ક્રીમેન્ટ વધવું જોઈએ, આટલા મોટા સ્ટેચ્યુ ની અંદર સ્ટાફ માટે કેન્ટીન નથી, ટ્રાવેલિંગ નથી, મેડિકલ માટે કોઈ સુવિધા નથી, જમવા માટે કોઈ રૂમ કેન્ટીન ની સુવિધા નથી, ઓછા પગારની અંદર disiplin માંગે છે. માંડ માંડ 8000 ની નોકરી કરતા કર્મચારી ઓ ટિફિન પેટ્રોલ બધા ખર્ચા આ મોંઘવારી માં સામાન્ય માણસનો જીવન પરિવાર કેવી રીતના ચલાવી શકે. એટલે પગાર વધારા.મુદ્દે કર્મચારીઓ વિફર્યા હતા.જોકે અધિકારીઓ તાત્કાલિક આવી કર્મચારીઓને સમજૂતી કરી મનાવી લીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે.અહીંયા સરકારી.કર્મચારીઓ બધા ઉંચા પગાર લે છે. sou ની સુરક્ષા કરતા. CISF ને તમામ સુવિધાઓ પુરી પડાય છે વાહન મુકવા લેવા આવે છે ઘરની તમામ ચીજો sou પુરી પાડે છે. વાર્ષિક અંદાજીત 40 કરોડનો બોજ પડે છે. એવી રીતે SRP ને પણ સુવિધાઓ આપવામાં આવે છે. નર્મદા ડેમમાં કામકરતી  GSECL ના કર્મચારીઓ ને પણ તમામ સુવિધાઓ અને ઉંચો પગાર આપવામાં આવે છે. ત્યારે SOU અને તેને સંલનગ્ન પ્રોજેક્ટો પર કામ કરતી એજન્સીઓમાં કામ કરતા કર્મચારીઓનું એકલું શોષણ થાય છે. કોઈ પ્રોટેકશન સાધનો નથી અપાતા કે નથી કોઈ અન્ય લાભો તો આવો તફાવત કેમ સ્થાનિકોએ પોતાની જમીનો આપી છે.અહીંના સ્થાનિકોને ઉંચો.પગાર તમામ લાભો અને નોકરીનો પહેલો હક્ક મળવો જોઈએ એવી માંગ પણ હાલ સ્થાનિકોમાં ઉઠી છે.

(10:36 pm IST)