Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

પીએમ મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે

વડાપ્રધાન મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે: ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.જયાં કાલુપુર બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે.

અમદાવાદના નાગરિકો જેની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા તે મેટ્રો રેલવે હવે વાસ્તવિકતા બનવા જઇ રહી છે.વડાપ્રધાન મોદી 30 સપ્ટેમ્બરે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાના પ્રોજેક્ટ અંતર્ગત થલતેજથી વસ્ત્રાલના રૂટ પર મેટ્રો રેલવેનો પ્રારંભ કરાવશે.મોદી ટ્રેનમાં લગભગ 30 કિલોમીટરની મુસાફરી કરશે.ટ્રેનમાં ગાંધીનગરથી કાલુપુર રેલવે સ્ટેશન આવશે.જયાં કાલુપુર બનાવાયેલા મેટ્રો સ્ટેશનની મુલાકાત લેશે.મુલાકાત બાદ કાલુપુરથી દૂરદર્શન ટાવર સુધી મેટ્રોમાં જશે.મેટ્રોની સુવિધા અમદાવાદીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે.કારણ કે આ સેવા સસ્તી પણ હશે અને ઝડપી પણ હશે.મેટ્રોનું ભાડું માત્ર 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનું હશે..એટલુ જ નહીં બંને રૂટ પર એક છેડેથી બીજે છેડે પહોંચવામાં માત્ર 35 મિનિટ લાગશે. જો કે લોકાર્પણ બાદ 2 દિવસમાં નાગરિકો માટે મેટ્રો સેવા શરૂ થશે.

પાટનગર ગાંધીનગરને મેટ્રોના બીજા તબક્કામાં અમદાવાદ સાથે જોડવામાં આવશે.તે અમદાવાદ મેટ્રોના પ્રથમ તબક્કાનું વિસ્તરણ હશે.આ તબક્કામાં બે કોરિડોર છે.22.8 કિલોમીટરનો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિરનો રૂટ છે.જેમાં 20 સ્ટેશન હશે જ્યારે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીથી ગિફ્ટ સિટીનો 5.4 કિલોમીટરનો રૂટ રહેશે.જેમાં 2 સ્ટેશન છે. કુલ 28.26 કિલોમીટરના આ સમગ્ર રૂટ એલિવેટેડ રહેશે.

(9:12 pm IST)