Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સાંજે બનાસકાંઠામાં તોફાની વરસાદ :દાંતીવાડામાં બે કલાકમાં સાડા પાંચ ઇંચ ખાબકતા સર્વત્ર જળબંબાકાર

વડગામમાં સવા ઇંચ અને ધાનેરામાં બે ઇંચ વરસાદ વરસ્યો

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 કલાકમાં અનેક વિસ્તારોમાં વરસાદે જોરદાર સપાટો બોલાવ્યો હતો.જેમાં દાંતીવાડામાં  સાંજના સમારે 6 થી 8 વાગ્યાના સમયમાં 137 મિમી વરસાદ ખાબકતા સર્વત્ર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે મોડી સાંજે અચાનક જોરદાર વાવાઝોડા અને ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોડી સાંજે અચાનક વરસાદ ખાબકતા 6 થી 8 ના સમય ગાળા માં દાંતીવાડામાં 137 મિમી, વડગામમાં 30 મિમી ધાનેરમાં 49 મિમી, ડીસામાં 07 મિમી પાલનપુર 06 મિમી વરસાદ નોંધાયો હતો.

બીજી તરફ વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને નીંચા ગયેલ પાણીના તળ ઊંચા આવવાની આશા જાગી છે.

(12:40 am IST)