Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજયમાં શેરી ગરબા રમતા ખેલૈયાઓને વેક્સિનના બન્ને ડોઝ ફરજીયાત : નવરાત્રીને લઈ પોલીસનો એક્શન પ્લાન જાહેર

આગામી નવરાત્રીનાં તહેવારને લઇને પોલીસનો એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. શેરીઓમાં રાજ્ય સરકારની કોરોના ગાઇડલાઈન મુજબ ગરબાનું આયોજન કરી શકાશે. પરંતુ મર્યાદિત સંખ્યા એટલે કે ૪૦૦ લોકો હાજર રહી શકશે. શેરી ગરબામાં રમતા ખેલૈયાઓએ ફરજીયાત કોરોના વેક્સિન ના બે ડોઝ લીધા હોવા જરૂરી છે. સાથે જ 12 વાગ્યા પછી કર્ફ્યુ, લાઉડ સ્પીકરને લઈને પણ ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે

પોલીસ દ્વારા સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીએ કોરોનાની ગાઇડલાઈનાનું પાલન કરવાની સાથે જ ગરબાનું આયોજન કરવાનું રહેશે. પોલીસ દ્વારા શેરી ગરબા અને સોસાયટીના ગરબાના સ્થળો પર સતત પોલીસ પેટ્રોલિંગ રાખવામાં આવશે. રાજ્ય સરકારની ગાઈડ લાઈન મુજબ રાત્રે 12 વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબા રમી શકશે. અને લાઉડ સ્પીકર સુપ્રીમકોર્ટની ગાઈડ લાઈન મુજબ જ વગાડી શકાશે. જો કે આ વર્ષે પાર્ટી પ્લોટ અને અને ક્લબમાં થતા કોમર્શિયલ ગરબા આ નહિ યોજી શકાય.

 અત્રે ઉલ્લેખનીય છે કે શેરી અને સોસાયટીમાં જો 12 વાગ્યા પછી ગરબા ચાલુ હશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. સાથે પોલીસ સોસાયટીમાં જઈને ચેરમેન અને રહીશોને કોવિડ ની ગાઈડ લાઈને લઈને જાગૃત કરશે.

નવરાત્રિના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓને રાજ્ય સરકાર તરફથી શેરીગરબા માટે પરવાનગી આપી દેવામાં આવી છે જેથી ખેલૈયાઓમાં ખુશી જોવા મળી રહી છે અને ખેલૈયાઓ પોતાની ગરબા રમવાની તૈયારીઓમાં મગ્ન થયા છે અલગ-અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને ખેલૈયાઓ અલગ-અલગ ગરબાના સ્ટેપ્સની પ્રેક્ટીસ કરી રહ્યા છે ગરબામાં આ વર્ષે સ્ટેપ્સ જોઈએ  તો  રાજકોટયુ દોઢિયો મુંબઈ સ્ટાઇલ ગોવિંદા સ્ટાઇલ સહિતની અલગ-અલગ સ્ટેપ્સ સાથે ખેલૈયા ગરબા ની પ્રેક્ટિસ પણ કરી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જે લોકોએ વેક્સિન લીધી છે તેમને જ ગરબામાં પરવાનગી આપવામાં આવશે જે ગાઈડલાઈન સાથે શેરી ગરબાના  આયોજક ઓએ પણ તૈયારીઓ કરી છે..વેકસીન ફરજીયાત કરવાનો નિર્ણય કરતા  ખેલૈયાઓ વેકસીન પણ વહેલી તકે  લેવા જવા પ્રેરાઈ રહ્યા છે.

 
(6:35 pm IST)