Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

આણંદ શહેરના જીટોડીયા રોડ નજીક શાળાના પાર્કિંગ બાબતે સોસાયટીના રહેણાંક વિસ્તારના લોકોએ ફરિયાદ કરતા મામલો બિચક્યો

આણંદ: શહેરના જીટોડીયા રોડ ઉપર આવેલી ખાનગી એક સ્કુલના વિદ્યાર્ર્થીઓ લાઇસન્સ વિના ટુ વ્હીકલ લઇને શાળામાં જતા પ્રિન્સીપાલે તમામ વિદ્યાર્ર્થીઓના ટુ વ્હીલર સ્કુલ કંપાઉન્ડની બહાર પાર્કિંગ કરવાનો તખલખી આદેશ કરતા વિદ્યાર્ર્થીઓેએ સ્કુલ પાસે આવેલા સોસાયટીના રહેણાંક વિસ્તારના મુખ્ય ગેટ આગળ પાર્ર્કિંગ કરી દેતા રહીશોએ સ્કુલમાં દોડી જઇને રજુઆત કરતા જ મામલો બીચક્યો હતો

જીટોડીયાથી બોરસદ જવાના માર્ગ ઉપર આવેલી એન્જલ સ્કુલ શરૂ થતા જ પાર્કીંગને લઇને આજુ બાજુ વિસ્તારની સોસાયટીના રહિશોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

સ્કુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમની ઉંમર ૧૫ વર્ષની આસ પાસ અને જેમની પાસે લાયસન્સ પણ નથી તેવા છાત્રોને સ્કુલ કંપાઉન્ડમાં પ્રિન્સિપાલ દ્વારા ટુ વ્હીલર પાર્કીંગ કરવા ન દેવાતા વિદ્યાર્થીઓએ બાજુમાં આવેલી સોસાયટીના રહીશોના ઘર આગળ વ્હીકલ મુકીને સ્કુલમાં જતા રહ્યા હતા.  

જેથી રહિશોને આવવા જવાની અગવળ પડતા સોસાયટીના પ્રમુખ અને રહિશો સ્કુલના આચાર્યને આ મુદે રજુઆત કરવા જતા આચાર્યએ જણાવ્યુ કે લાયસન્સ વિનાના વિદ્યાર્થીઓના વ્હીકલ કંપાઉન્ડમાં પાર્ક કરવા દેતા નથી. જો તમોને મુશ્કેલી થતી હોય તો પોલીસ સ્ટેશન કે આરટીઓમાં જાણ કરવી હોય તો છુટ છે. તેમ જણાવ્યુ હતું. જેને લઇને મામલો ગરમાયો છે.

(5:23 pm IST)