Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઊંઝા તાલુકાના કહોડા ગામે બાઈક ચાલકોને આંતરી લૂંટ ચલાવનાર એકે શખ્સને પોલીસે મુદામાલ સાથે ઝડપી પાડયો

ઊંઝા:તાલુકાના કહોડા ગામના બાઈક ચાલકને રાત્રીના સમયે આંતરી બે શખ્સોએ લુંટ કરી હતી. જેમાં ઊંઝા પોલીસે બાતમી આધારે એક શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે ફરાર થઈ ગયેલ અન્ય એક આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે.

ઊંઝા તાલુકાના કહોડા ગામના  નિકુંજકુમાર પટેલ તા.૨૧-૯ ની રાત્રે ઊઝાથી બાઈક લઈ કહોડા જતા હતા. જેઓ ભાંખર નજીકથી પસાર થતા હતા તે સમયે એક્ટીવા લઈ ઉભા રહેલા બે શખ્સોએ રોકવાનો પ્રયત્ન કર્યો હતો. બાઈક ચાલકે સાઈડમાંથી બાઈક લઈ નિકળી જતા એક્ટીવા ઉપર આવેલા શખ્સોએ પીછો કરી ભાંખરથી દાસજ જવાના રોડ ઉપર આંતરી  બાઈક ચાલક પાસે પેટ્રોલ માટે પૈસાની માગણી કરી હતી. ત્યારે એક શખ્સે કમરના ભાગમાંથી છરી કાઢી હુમલો કર્યો હતો. બાઈક ચાલક પાસેથી રૂા.૧૨૦૦૦ અને અન્ય ડાક્યુમેન્ટ ભરેલુ પર્સ તેમજ મોબાઈલની લુંટ કરી બન્ને શખ્સ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે  પોલીસે બાતમીના આધારે લુંટનો મુખ્ય આરોપી જીજ્ઞેશ રોહીતભાઈ વાંસફોડીયા રહે.ઉંઝા મૂળ કડીની ધરપકડ કરી હતી. જેની પાસેથી હુમલામાં ઉપયોગમાં લેવાયેલ છરી, મોબાઈલ, રૂા.૨૭૦૦/- રોકડ તથા ડાક્યુમેન્ટ સાથેનુ પર્સ જપ્ત કર્યુ હતુ. જ્યારે ફરાર થઈ ગયેલ બીજો આરોપી ઊંઝાનો સાગર અનારજી ઠાકોરની પોલીસ શોધખોળ કરી રહી છે.

(5:21 pm IST)