Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ઇડરમાં સરકારી નોકરીના નામે ત્રણ યુવકો પાસેથી 30 લાખ પડાવનાર ઠગ વિરુદ્ધ ગુનો દાખલ

ઈડર: તાલુકા ના ત્રણ યુવકોને આર્મી તતા રેલ્વેમાં નોકરીની લાલચ આપી ખોટા સહી-સીક્કાવાળા ઓર્ડર પધરાવી રૂપિયા ૩૦ લાખ ખંખેરી લેનાર શખ્સ સામે ઈડર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પોલીસે કપડવંજના મુખ્ય ભેજાબાજ આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરી છે.

ઈડરમાં આર્મી તથા રેલ્વેના અધિકારીઓની બનાવટી સહી તથા સીક્કા સાથેના નોકરીના ઓર્ડર તૈયાર કરી લાખો રૂપિયા પડાવી લેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કપડવંજના રમેશ વાળંદ તથા બીજા પાંચ જણે મળી ઈડરના (૧) સ્મિત મહેશભાઈ બેંકર (૨) ધુ્રમિલ પરેશભાઈ સોની તથા (૩) તુષાર કાન્તિભાઈ પરમાર નામના નોકરી વાંચ્છુ યુવકોને આર્મી તથા રેલ્વેમાં નોકરીની લાલચ આપી આર્થિક લાભ માટે ગુનાહિત કાવતરાને અંજામ આપ્યો છે.

આ આરોપીઓએ આર્મી તથા રેલ્વેના ખોટા સહિ-સિક્કાવાળા ખોટા ઓર્ડર બનાવી ભોગ બનનાર ત્રણે યુવકોને આ ઓર્ડર સાચા હોવાનું જણાવી નોકરી અપાવવાને બહાને ત્રણે પાસે મળી રૂપિયા ૩૦,૦૦,૦૦૦ ખંખેરી લીધા હતા. જેમાં સ્મિતના ૭.૫૦ લાખધુ્રમિલના ૭.૫૦ લાખ તથા તુષારના ૧૫ લાખનો સમાવેશ થાય છે. બે વર્ષ અગાઉ આરોપીઓને પૈસા આપ્યા હોવા છતાં નોકરી કે ટ્રેનિંગ શરૂ ન થતાં ભોગ બનનાર યુવકોએ વારંવાર રૂબરૂ તથા ફોનથી પુછતાછ કરી હતી. પરંતુ આરોપી ખોટા વાયદા કરી સમય પસાર કરતા હતા. ઉપરાંત પૈસા પરત આપવાની વાત કરતાંપૈસા પણ પરત આપતા નહોતા. જેને કારણે નોકરીની લાલચમાં નાણાં ગુમાવનાર ત્રણે યુવકો વથી સ્મિત બેંકરે ફરિયાદ નોંધાવતા પોલીસે ૬ શખ્સો સામે ફરિયાદ નોંધી મુખ્ય આરોપી રમેશ વાળંદ કપડવંજવાળાની ધરકપકડ કરી જેલ હવાલે કર્યો છે અને અન્ય પાંચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(5:19 pm IST)