Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સુરતના કડોદરા નિયોલ ચેકપોસ્‍ટથી મેકડ્રોન ડ્રગ્‍સની ઘુસણખોરીનો પર્દાફાશઃ 3 શખ્‍સો રૂ.19.62 લાખના જથ્‍થા સાથે ઝડપાયા

મુંબઇના નાલાસોપારાથી એક વ્‍યકિત પાસેથી ડ્રગ્‍સ ખરીદ્યુ હોવાનું ખુલ્‍યુ

સુરત: કડોદરા નિયોલ ચેકપોસ્ટ થી સુરત શહેરમાં મેકડ્રોન ડ્રગ્સની ઘુસણખોરી કરનાર 3 યુવાનોને ક્રાઇમબ્રાન્ચે ઝડપી પાડ્યા હતાં. જેમની પાસેથી પોલીસે રૂ 19.62 લાખ ની કિંમત નું ડ્રગ્સ કબ્જે કર્યું હતું. આ ડ્રગ્સ મુંબઈ નાલાસોપારાથી એક વ્યક્તિ પાસેથી ખરીદ્યું હોવાનું સામે આવ્યું હતું.છેલ્લા કેટલાય સમયથી સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સનું વેચાણ થઇ રહ્યું હોવાની ફરિયાદો પોલીસને મળી હતી. જે ફરિયાદના આધારે પોલીસ દ્વારા ડ્રગ્સનું વેચાણ કરનારાઓ સામે લાલ આંખ કરી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, કડોદરા નિયર ચેકપોસ્ટ પાસેથી પસાર થઇ રહેલી એક કારમાં ડ્રગ્સનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે ક્રાઇમબ્રાન્ચે વોચ ગોઠવી હતી. આ કાર ઝડપી પાડી હતી.

કારની તપાસ કરતા તેમાંથી મેકડ્રોન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે કારમાં સવાર ત્રણ યુવાનો તથા રૂ 19.62 લાખની કિંમતનું ડ્રગ્સ કબજે કર્યું હતું. પોલીસ પૂછપરછ દરમીયાન ત્રણેય પોતાનું નામ ઇમરાન શેખ, ઇમરાન ખાન અને મુઆઝ સૈયદ જણાવ્યું હતું. આ ત્રણેય ઈસમો મુંબઈ ના નાલાસોપારા થી એક વ્યક્તિ પાસે થી ડ્રગસ ખરીદ્યું હતું અને સુરત માં જુદા જુદા વિસ્તારો માં આ ડ્રગ્સ નું વેચાણ કરવાના હતા. હાલ તો ક્રાઇમબ્રાન્ચે આ તમામ ના રિમાન્ડ લઈ ડ્રગ્સ આપનાર ને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:04 pm IST)