Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

રાજપીપળા ગાર્ડન ગલીમાં આંકડા લખનાર શખ્સને એલસીબીએ રોકડા રૂ.530 સાથે ઝડપી પાડ્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા શહેરની ગાર્ડન ગલીમાં આંકડા લખતા એક શખ્સ ને એલસીબી પોલીસે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે

મળતી માહિતી મુજબ એલસીબી ટીમેં ગાર્ડન ગલીમાં રેડ કરતા ત્યાં આંકડા લખનાર હરેશભાઇ અંબાલાલ માછી રહે. નવા ફળીયા રાજપીપલા નાઓએ ગાર્ડન ગલીમાં ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂ. ૫૩૦ તથા જુગારના સાહીત્યો સાથે ઝડપી પાડી ગુનો દાખલ કર્યો હતો

(10:48 pm IST)