Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સીમઆમલી ગામમાં થયેલી મારા મારીના ગુનામાં આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી સાગબારા કોર્ટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગત તા .૨૭ / ૦૮ / ૨૦૧૫ ના રોજ સીમઆમલી ગામમાં રમેશભાઇ ટેમરીયાભાઈ વસાવાની દુકાને મોબાઇલ રીચાર્જની કુપન લેવા ગયેલ વ્યક્તિ પરત આવતા હતા તે વખત કામના આરોપી આવીને કહેવા લાગેલ કે અગાઉ કેમ તારા પિતાજી અમોને મારવા આવેલો તેમ કહી ગાળો બોલી માર મારવા લાગેલ તે દરમ્યાન આ કામના ફરી.તથા સાહેદ છોડાવીને નાસવા જતા તહો.નં -૨ નાનીએ કમર માંથી દાતરડુ કાઢી હો.નં -૧ નાને આપતા જે દાતરડુ હો.નં -૧ નાએ છુટુ મારતા તે દરમ્યાન આ કામના સાહેદણ સોમકાબેન પારસીંગભાઇ વસાવાની ત્યાંથી પસાર થતા તેણીને પેટના ભાગે દાતરડુ વાગી જતા ગંભીર ઇજા કરી એક બીજાને મદદગારી કરી ગુનો કર્યો વિગેરે મતલબની ફરીયાદ દાખલ થયેલ ત્યાર બાદ સાગબારાના જયુડી. ફ.ક.મેજી. એ.એફ.અન્સારીની કોર્ટમાં કેસ ચાલી જતા ફરીયાદ પક્ષનો પુરાવો ગ્રાહય રાખી અને સરકારી વકીલ કે.આર.ચૌધરીની ધારદાર રજુઆતને આધારે આરોપીઓ પૈકી નીમજીભાઇ શેરીયાભાઇ વસાવા ને IPC કલમ ૩૨૪ મા ૧ વર્ષ અને રૂ.૫૦૦ દંડ તથા IPC કલમ ૩૨૫ માં ૩ વર્ષ અને રૂા .૫૦૦ દંડની સજાનો હુકમ કરવામાં આવેલ તેમજ આરોપી નંબર -૧ એ ઇજા પામનારને રૂા .૧૦,૦૦૦ વળતર આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.

(10:43 pm IST)