Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

સાગબારા તાલુકામાં પુત્રવધુને ઘરેલુ હિંસામાં અસરકારક કાઉન્સિલીંગ કરી સમાધાન કરાવતી અભ્યમ નર્મદા ટીમ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકા પાસેનાં ગામે અનિલા બહેન(નામ બદલેલ છે.)ના સાસુ,સસરા અને નણંદ માનસિક ત્રાસ આપે છે. અને બીજી વહુ લઈ આવવાની ધમકીઓ આપતા હોવાથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરતા રાજપીપલા અભ્યમ રેસક્યું વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે અસરકારક કાઉનસેલીંગ કરી સમાધાન કરાવવામાં સફળતા મેળવી હતી.
મળતી માહિતી મુજબ અનિલા બહેનના લવ મેરેજ થયા હતાં.અને આઠ માસ ની બાળકી છે. પહેલા સાસરિયાઓ તેમને ખૂબ સારી રીતે રાખતા હતા. ત્યારબાદ જ્યારથી છોકરી થઇ ત્યાર બાદ માનસિક ત્રાસ આપે છે.તેમની નણંદનાં છોકરા નથી તેથી તે અનિલાબેનના સાસુ સસરાને તેમના વિરુદ્ધ ભડકાવે છે. અને ઘરે આવે તો ઝગડો કરી તારા ઘરેથી શું લાવી છે. તું અમને જોઈતી જ નથી અમે બીજી વહુ લઈ આવીશું એવી ધમકીઓ આપી આખો દિવસ મારી નણંદ નાં ઘરે જ રહી ત્યાં જમે છે અને લોકોને કહેતા ફરે કે મારી વહુ એમને ખવડાવતી નથી તેમ ખોટી રીતે આરોપ લગાવે અને નાની નાની બાબતો મને ટોર્ચર કરે છે. આ ઘટનામાં બંને પક્ષો અલગ અલગ રહેવા જણાવતા હતા. પરંતુ અભ્યમ ટીમે બંને પક્ષો ને શાંતિ થી સમજાવ્યા અને કાયદાકીય માહિતીઓ આપી અને સલાહ - સૂચન અને માર્ગદર્શન પૂરું પાડ્યું તેથી હવે પછી હળી મળીને જ રહીશું એમ જણાવી અભયમ ટીમ નો આભાર માન્યો હતો. આમ પારિવારિક ઝગડા નું નિરાકરણ કરી સમાધાન કરવામાં સફળતા મેળવી હતી.

(10:41 pm IST)