Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય-રાજય ગૃહ વિભાગ, રાજય આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે અપાયેલી સુચના અન્‍વયે ગુજરાત પોલીસ દ્વારા સુત્રોનું ઉલ્‍લંધન કરનાર સામે વિવિધ કાયદા અન્‍વયે સફળ કામગીરી કરી

ગાંધીનગર : કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજયના ગૃહ વિભાગ તથા રાજયના આરોગ્‍ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ સંદર્ભે અપાયેલ સુચનો અન્‍વયે, સુચોનું ઉલ્‍લંધન કરનાર શખ્‍સો સામે વિવિધ કાયદા અન્‍વયે સફળ કામગીરી કરી છે.

આ અંગેની વધુ વિગતો જોઇએ તો સુચનોના ઉલ્લંઘન કરનાર સામે સક્ષમ અધિકારીશ્રી દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરવા જણાવવામાં આવેલ તથા તેના ઉલ્લંઘન બદલ 112 Disaster Management Act.2005, The Indian Penal Code-1860, The Epidemic Disease Act.2005, G.P.Act.1951 ca M.V.Act. અન્વયે કાર્યવાહી કરવા જણાવવામાં આવેલ.

National Disaster Management Authority ના નિર્દેશો મુજબ ગૃહ મંત્રાલય, ભારત સરકાર દ્વારા COVID-19 સંક્રમણના નિયંત્રણ અર્થે જાહેર કરેલ લોકડાઉનના સંદર્ભે જારી કરાયેલ

માર્ગદર્શિકામાં  National Directives for COVID-19 Management (Face coverings, Social distancing, Gatherings, Prohibited items, Spitting public places) અંગે જાહેર કરેલ Guidelines ધ્યાને લઈ, ગૃહ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તા.૩૦/૦૫/૨૦૨૦ ના જાહેરનામા ક્રમાંક: જીજી/૨૮/૨૦૨૦/વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨ તથા આરોગ્ય અને પરિવાર અંગે તથા જાહેરમાં થુંકવા બાબતે દંડ વસૂલવા સારૂ સદર ઠરાવની જોગવાઈઓનું તાબાના તમામ અધિકારી/કર્મચારીઓને જરૂરી સમજ કરી તેની ચુસ્તપણે અમલવારી કરવા જણાવેલ.

જે અન્વયે ગુજરાત રાજય પોલીસ દ્વારા તમામ શહેર/જિલ્લા ખાતે તા.૨૪/૦૯/૨૦૨૦ ના રોજ દંડિત કરેલ કુલ વ્યક્તિઓની સંખ્યા ૬,૧૭૯ તથા તેઓની પાસે વસૂલેલ દંડની રકમ રૂ. ૬૧,૪૯,૫૦૦ છે. આ ઉપરાંત તા.૧૫/૦૬/૨૦૨૦ થી તા.૨૪/૦૯/૨૦૨૦ સુધી દંડિત કરવામાંઆવેલ કુલ વ્યક્તિઓની સંખ્યા ૧૭,૨૫,૮૭૭ અને તેઓની પાસેથી રૂ.૫૨,૩૫,૬૧,૮૦૦ જેટલો ES વસૂલ કરી €૦171»-19 સંક્રમણ નિયંત્રણ અર્થે અસરકારક કામગીરી કરેલ છે.

(11:08 pm IST)